કોવિડ ગાઇડલાઇન નું નેતાઓ જ પાલન કરતા નથી, નેતા માસ્ક ન પહેરે તો 500 નો દંડ અને જનતાને 1000 દંડ : 114 કરોડનો દંડ વસુલાયો

www.mrreporter.in
Spread the love

ગાંધીનગર- મી.રિપોર્ટર, 18 મી માર્ચ.

રાજ્યમાં ચુંટણીઓ અને તેના પરિણામો આવ્યા બાદ  કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોનાના ફેલાવા માટે જેટલા સામાન્ય લોકોની જવાબદારી છે, તેના કરતા 1000 ગણા જવાબદારી રાજકારણીઓની છે. રાજકારણીઓ હજુ પણ માસ્ક વગર જ મેળાવડા અને જન્મ દિવસ ની ઉજવણી કરી રહ્યા છે. તેમાં પણ કોઈપણ પ્રકાર નું સોશિયલ ડીસ્ટન્સિંગ જાળવ્યા વગર જ માત્ર સામાન્ય જનતાને જ જ્ઞાન વહેચી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની વણસેલી પરિસ્થિતિ માટે જવાબદાર રાજકારણીઓ સામે જ કડક હાથે પગલાં લઈને તેમની પાસેથી રૂપિયા 2 હજાર નો દંડ વસૂલવો જોઈએ તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રાજ્યમાં કોરોના ને લીધે સમસ્યા વધુ વિકટ બની રહી છે, ત્યારે  રાજ્ય સરકારના મંત્રીઓ, નેતાઓ, ધારાસભ્યો અને અધિકારીઓ કાંતો  માસ્ક નથી પહેરતાં  અથવા તો સોશિયલ ડીસ્ટન્સિંગ જાળવતા નથી. વળી કોવિડ ની ગાઈડ લાઈન નો ભંગ કરીને કાર્યક્રમો ને મેળાવડા કરી રહ્યાં છે. જેની સામે લોકોનો ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. એમાંય જો જનતા માસ્ક ન પહેરે તો તેમના માટે દંડ 1000 રૂપિયા છે પરંતુ જો તે જ માસ્ક કોઇ અધિકારી, ધારાસભ્ય કે અન્ય રાજકારણી ન પહેરે તો તેના માટેનો દંડ માત્ર 500 રૂપિયા છે. આ બેવડા ધોરણો ને લઈને પણ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. 

www.mrreporter.in

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ વધવાને કારણે હાલમાં ચાલી રહેલું વિધાનસભાનું સત્ર ટુંકાવી દેવામાં આવ્યું છે. હાલમાં સરકાર દ્વારા હાઇપાવર કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. હાલમાં રાજ્યમાં પુર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતનાં જીતેલા ઉમેદવારોને પદભાર સંભાળનારા લોકો હાલનાં સમયમાં કોરોનાના તમામ નિયમો નેવે મુકીને પદભાર સંભાળી રહ્યા છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકામાં નવા વરાયેલા પ્રમુખો અને ઉપપ્રમુખો સહિતનાં પદાધિકારીઓ જાહેરમાં જાણે કોરોના જ ન હોય તે પ્રકારે ઉજવણી કરી રહ્યા હતા.

www.mrreporter.in

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.