લાલબાગચા રાજા 2019 : મુંબઈના લાલબાગચા રાજાની થીમ ચંદ્રયાન-2 મિશન પર આધારિત છે…જુઓ..વિડીયો..

લાલબાગચા રાજા 2019 : મુંબઈના લાલબાગચા રાજાની થીમ ચંદ્રયાન-2 મિશન પર આધારિત છે.
Spread the love

ગણપતિ બાપ્પાની બાજુમાં બે આર્ટિફિશિયલ અંતરિક્ષ યાત્રી મૂકેલા છે :  ચંદ્રયાન-2 મિશન પર બનાવેલા સેટ ને જોવા અત્યારથી જ  ભીડ જામી

મુંબઈ-મી.રીપોર્ટર, ૩૧મી ઓગસ્ટ. 

દેશ જ નહિ પણ વિશ્વમાં પણ પ્રખ્યાત એવા મુંબઈમાં સૌથી ફેમસ સાર્વજનિક ગણપતિની મૂર્તિ લાલબાગચા રાજાની થીમ શુક્રવારે સામે આવી છે. આ વર્ષે આ વિશાળ ગણપતિ મૂર્તિની થીમ ઇસરોના મિશન ‘ચંદ્રયાન-2’ પર રાખવામાં આવી છે. ચંદ્રયાન-2ને 22 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું.

સ્ટેજ પર આ મૂર્તિનું અનાવરણ થતાની સાથે જ લોકોએ વીડિયો અને ફોટોઝ ક્લિક કરવા માટે પડાપડી કરી હતી. સ્ટેજ પર બાપ્પાની જોડે બે આર્ટિફિશિયલ અંતરિક્ષ યાત્રી છે અને બેકગ્રાઉન્ડમાં સેટેલાઇટ લોન્ચિંગની ક્લિપ પણ છે. ગ્રહો અને સૂર્યમંડળની ઝલક પણ બતાવી છે. લાલબાગચા રાજાની પ્રથમ ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.

સોમવારથી શરુ થતા ગણેશોત્સવ પૂર્વે જ લાલબાગચા રાજાની દર્શન ની એક ઝલક મેળવવા માટે અને પોતાના કેમેરામાં કેદ કરવા માટે અત્યારથી દર્શકો-ભક્તોની ભારે ભીડ જામી છે. ચંદ્રયાન-2 મિશન પર બનાવેલો સેટ જોવાનો ક્રેઝ દર્શકો અને ભક્તોમાં ભારે જોઇને મંડળ દ્વારા વિશેષ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેનીય બાપ્પાની મૂર્તિને વર્ષ 1934માં પ્રથમ વખત સ્થાપિત કરી હતી.

મી.રીપોર્ટરના વાંચકો મુંબઈના લાલબાગચા રાજાના દર્શન આ વિડીયોને ક્લિક કરવાથી જોઈએ શકશે. તો જુઓ…વિડીયો…..