લેબ સંચાલક ટેબલ સાફ કરવાના બહાને રૂમમાં મોકલતી છેડતી કરતો હોવાનો યુવતીઓનો આક્ષેપ : યુવતીઓ તેમના બોયફ્રેન્ડ સાથે પકડાઇ ગઇ હોવાથી ખોટા આક્ષેપ કર્યા: લેબ સંચાલક
વડોદરા-મિ.રિપોર્ટર, ૧૦મી મે
શહેરના માણેજા ક્રોસિંગ પાસે આવેલી ધ ઓમ શક્તિ લેબમાં નોકરી કરતી બે યુવતીઓને તેઓના બોયફ્રેન્ડ સાથેના સી.સી. ટી.વી. ફૂટેજ બતાવી શારીરીક સબંધ બાંધવાની માંગણી કરતા લેબ સંચાલક સામે ફરિયાદ નોંધાઇ છે. તો બીજીબાજુ સંચાલકે યુવતીઓને તેઓના કરતૂતોના કારણે નોકરીમાંથી કાઢી મૂકી હોવાનો બચાવ કરતી અને યુવતીઓએ તેઓના પતિ સાથે લેબમાં આવી માર માર્યાની અને લેબમાં તોડફોડ કર્યાની વળતી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવમાં હાલમાં લેબ સંચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે શહેરના 37, સતલોકનગર, વડસર રોડ ઉપર રહેતા દિનેશ પ્રસાદ સિંગ એરફોર્સની નોકરી છોડયા બાદ હાલોલ સ્થિત એપોલો ટાયરમાં ફરજ બજાવે છે. અને માણેજા ક્રોસિંગ પાસે આવેલા આતમિય કોમ્પલેક્ષણાં વર્ષ 2010થી ધ ઓમ શક્તિ નામની લેબોરેટરી ધરાવે છે. દિનેશની લેબમાં કામ કરતી યુવતીને ટેબલ સાફ કરવાના બહાને અંદરના રૂમમાં મોકલતો હતો. યુવતી જ્યારે ટેબલ સાફ કરે ત્યારે તેને પાછળથી બાથ ભીડી લેતો અને બળજબરી અશ્લિલ ફિલ્મો બતાવતો અને પ્રેમ સંબંધો રાખવા માટે દબાણ કરતો હતો. દિનેશની આ હરકતોથી કંટાળી ગયેલી યુવતિએ નોકરી છોડી દીધી હતી.
ત્યારબાદ અન્ય યુવતિને નોકરી પર રાખી તેની સાથે પણ આજ પ્રમાણે શારીરીક છેડછાડ કરી અશ્લિલ ફિલ્મો બતાવી શારીરીક સંબંધો બાંધવા માટે દબાણ કરતો હતો. જોકે પરિણીતાએ આ મામલે તેના પતિને જાણ કરતા મામલો ગરમાયો હતો. જોત જોતામાં સ્થાનિકો અને પરિણીતાના પરિવારજનોને આ મામલાની જાણ થતાં ઉશ્કેરાયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ ગત મોડી રાતે દિનેશની લેબ પર પહોંચી તોડફોડ મચાવી હતી.
લેબ સંચાલક દિનેશ પ્રસાદ સિંગે બે યુવતી સાથે કરેલી શારીરીક છેડછાડનો મામલો મકરપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. દિનેશનો ભોગ બનેલી બન્ને પિડીતાઓએ આ મામલે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે લેબ સંચાલક દિનેશની ધરપકડ કરી હતી.
બીજી બાજુ લેબ સંચાલક દિનેશે પોતાના બચાવમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, લેબમાં કામ કરતી બે યુવતિઓ પૈકીની પરિણીતા પગાર લેવા માટે ગત રોજ તેના પતિ અને અન્ય લોકો સાથે આવી હતી. અને ટોળાએ ઉશ્કેરાય જઇ મને અને મારા પુત્રને મારી મારી લેબમાં તોડફોડ કરી હતી. ફરિયાદની સાથે તેઓએ ગત 14 ફેબ્રુઆરીના દિવસે લેબમાં કામ કરતી બે પૈકીની એક પરિણીતા અને તેના પ્રેમી લેબની એક રૂમમાં પ્રેમ સંબંધો બાંધી રહ્યાં હોવાના ફુટેજ સીસીટીવી ફૂટેજ પોલીસને આપ્યા હતા.
પોલીસે બે યુવતીઓએ કરેલી ફરિયાદ અને લેબ સંચાલકે યુવતીઓ વિરૂધ્ધ સી.સી. ટી.વી. ફૂટેજ સાથે યુવતીઓ અને ટોળા સામે નોંધાવેલી ફરિયાદના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન આ બનાવમાં કોણ સાચુ છે અને ખોટું છે તે બહાર આવશે.