રાજપીપળા ના જાણો કોણ ઝિમ્બાબ્વે સરકારમાં ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ મિનિસ્ટર બન્યા અને કેવી રીતે ?

Spread the love

વિશાલ મિસ્ત્રી રાજપીપળા

રાજપીપળાનો એક વણિક યુવાન આજથી 30-35 વર્ષ પેહલા ધંધા અર્થે રાજપીપળા છોડી સાત સમુદ્ર પાર એવા પૂર્વ આફ્રિકા ખંડના એક દેશ ઝિમ્બાબ્વેમાં જઈને વસાવાટ કર્યો.ત્યાં જઈ એમણે એક એવો મુકામ હાસિલ કર્યો કે જેને લીધે નર્મદા જિલ્લાનું અને ખાસ કરીને રાજપીપળાનું નામ રોશન થયું.હાલમાં જ ઝિમ્બાબ્વેમાં યોજાયેલ ચૂંટણીમાં તેઓ જંગી બહુમતીથી જીત્યા અને ઝિમ્બાબ્વે સરકારમાં ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ મિનિસ્ટર બન્યા.

મહારાષ્ટ્રના ધૂલીયા નવાપુરા ગામે જન્મેલા રાજેશકુમાર ઇન્દુલાલ મોદીએ પોતાનો LLB નો અભ્યાસ ભરૂચ જિલ્લામાં પૂર્ણ કર્યો.બાદ તેઓએ રાજપીપળા GEB માં એક મીટર રીડર તરીકે નોકરી પણ કરી.તેઓએ ધંધા અર્થે વર્ષ 1981માં વિદેશના આફ્રિકાના ઝિમ્બાબ્વે દેશમાં વસવાટ કર્યો.ત્યાં જઈ શરૂઆતમાં નાની એવી નોકરી કરી તથા નાનો ધંધો પણ શરૂ કર્યો.ધંધાની સાથે સાથે તેઓએ ત્યાં જ સેવાકીય કાર્યો કર્યા,જંગલ વિસ્તારોમાં જ્યાં ખાવાનું પણ નસીબ નથી થતું ત્યાં જઈ ભુખ્યાને મદદ કરી.

પોતાની આગવી સુજબૂજ અને સાહસિકતાની શક્તિનો ઉપયોગ કરી સમાજ સેવા સાથે ઝીમ્બાબ્વે દેશની આમ જનતામાં લોકપ્રિય બન્યા અને ગત ર૦૧૮ના ઝિમ્બાબ્વે દેશની ચૂંટણીમાં (રાજકીય ક્ષેત્રે)આમ જનતાની ઇચ્છાથી કદમ મુક્યો.અને જંગી બહુમતીથી તેઓ ચૂંટાઇ પણ આવ્યા.બાદ તેમને ઝીમ્બાબ્વેની સરકારમાં ઝીમ્બાબ્વે દેશના ડેપ્યુટી મીનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન તરીકે નિમણુંક આપવામાં આવી.તેઓને બિઝનેસ મેન તરીકેના ઘણા એવોર્ડ પણ ઝિમ્બાબ્વેમાં પ્રાપ્ત થયા છે.ખરેખર નર્મદા જિલ્લા અને ખાસ કરીને રાજપીપળા માટે ગૌરવની વાત કહેવાય.એમની આ સિધ્ધીને બિરદાવવાવી જ રહી,જેને લીધે રાજપીપળા વણિક સમાજ અને નર્મદા જીલ્લાની અનેક સેવાભાવિ સંસ્થાઓ દ્વારા આગામી 28 નવેમ્બરે રાજપીપળાના સરદાર ટાઉન હોલમાં એમનો સન્માન સમારંભ રખાયો છે.આ સમારંભ માટે તેઓ ઝિમ્બાબ્વે સરકારના ડેલીગેટ્સ સાથે રાજપીપળા આવનાર છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળાની ગલીઓમાં ઉછરેલા રાજેશકુમાર ઇન્દુલાલ મોદી જ્યારે ઝિમ્બાબ્વે ગયા હશે ત્યારે તેઓએ એવું તો નહિ જ વિચાર્યું હોય કે એક દિવસ તેઓ એ જ દેશના ઉચ્ચસ્થાને બિરાજમાન થશે,પણ રાજપીપળા માટે આ ગૌરવની વાત તો કહેવાય જ.