વડોદરાના પુષ્ટિ સંપ્રદાયના કિર્તનકાર કિરીટ પટવાનું નિધન : વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજશ્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી

www.mrreporter.in
Spread the love

સ્વ.કિરીટ પટવા કલ્યાણરાયજી મંદિર, નિઝામપુરા હવેલી અને એટલાન્ટાની ગોકુલધામ હવેલી સાથે સંકળાયેલા હતા : વૈષ્ણવ સમાજના અગ્રણીઓ ચિરાગ પટવા(વડોદરા) અને તેજસ પટવા(એટલાન્ટા-અમેરિકા)એ પિતાની છત્રછાયા ગુમાવી

એટલાન્ટા-વડોદરા, દિવ્યકાંત ભટ્ટ અને ધીરજ ઠાકોર.

વડોદરાના પુષ્ટિ સંપ્રદાયમાં કિર્તનકાર તરીકેની ઓળખ ધરાવતા કિરીટભાઇ પટવા(ઉં.વ.79) નું કોરોનાની સારવાર દરમિયાન ‘રામનવમી’ પર્વે દુ:ખદ નિધન થયું છે. વૈષ્ણવ સમાજના અગ્રણીઓ ચિરાગ પટવા(વડોદરા) અને ગોકુલધામ હવેલી-એટલાન્ટા, અમેરિકાના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાના પિતા કિર્તનકાર કિરીટ પટવાના આકસ્મિક નિધનથી વૈષ્ણવ સમાજમાં શોકની લાગણી વ્યાપી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

વડોદરાના માંડવી વિસ્તારમાં મહેતા પોળ ત્યારબાદ હાલ નિઝામપુરામાં રહેતા કિરીટભાઇ પટવા જી.એસ.એફ.સી.માં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. તેઓએ યુવાકાળથી માંડવી સ્થિત શ્રીકલ્યાણરાયજી મંદિરમાં શ્રી ઠાકોરજીના કિર્તનનું ગાન કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ વૈષ્ણવોના ઘરે થતા ભજન-કિર્તન-સત્સંગમાં પોતાની આગવી શૈલીથી ભજન અને શ્રી ઠાકોરજીના કિર્તનની રમઝટ જમાવી પ્રસિદ્ધ થયા હતા. કિરીટભાઇ છેલ્લા કેટલાક વર્ષોથી નિઝામપુરાની શ્રી ગોવર્ધનનાથજી હવેલી તેમજ અમેિરકાના એટલાન્ટા સ્થિત શ્રી ગોકુલધામ હવેલી ખાતે કિર્તનકાર તરીકે શ્રીગોવર્ધનનાથજીની સેવામાં પોતાનું જીવન વિતાવતા હતા.

કિરીટભાઇ પટવા છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમિત થયા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન ‘રામનવમી’ પર્વે રાત્રિના સમયે તેમનું નિધન થયું હતું. સ્વ.કિરીટભાઇ પટવાના નિધનથી વૈષ્ણવ સમાજે અાંચકો અનુભવ્યો છે. વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજે શ્રદ્ધાંજલિ પાઠવતાં લખ્યું છે કે, સ્વ.કિરીટભાઇ પટવા શ્રી ઠાકોરજીના કિર્તનકાર ઉપરાંત પ્રેમાળ, દયાળુ, સતત પ્રવૃત્ત તેમજ ભગવદીય વૈષ્ણવ તરીકે હંમેશા યાદ રહેશે.

સ્વ.કિરીટભાઇને અંજલિ અર્પણ કરવા એટલાન્ટા-અમેરિકા ખાતે રવિવારે સાંજે 4 થી 6 દરમિયાન તેમના પુત્ર અને ગોકુલધામ હવેલી-એટલાન્ટાના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા અને પુત્રવધૂ અમી પટવા દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.