કિડની ટ્રાન્સપ્લાન્ટના પ્રણેતા અને ભિષ્મપિતા પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીનું 87 વર્ષની વયે અવસાન

Shri. H.L. Trivedi
Spread the love

અમદાવાદ- મિ.રિપોર્ટર, ૨જી ઓક્ટોબર. 

દેશ-વિદેશમાં જાણીતા રાજ્યના કિડની ટ્રાન્સપ્લાન્ટના પ્રણેતા અને ભિષ્મપિતા ગણાતા પદ્મશ્રી  ડૉ. એચ.એલ. ત્રિવેદીએ આજે  બપોરે અંતિમ શ્વાસ લીધા છે.  ડૉ. એચ.એલ. ત્રિવેદી છેલ્લા એક મહિનાથી બીમાર  હતા અને  સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી IKDRCમાં ડાયાલિસિસ પર હતા. ડૉ. ત્રિવેદીનું તાજેતરમાં જ પદ્મશ્રી અવોર્ડથી સમ્માન કરાયું હતું. 400થી પણ વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ ધરાવતા ડૉ. એચ.એલ. ત્રિવેદી વિદેશમાં મેડિકલની  પ્રેક્ટિસ છોડી ગુજરાતમાં  આવીને વસ્યા હતા.

87 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા ડૉ. એચ.એલ. ત્રિવેદીએ પોતાનું આખું જીવન કિડનીના રોગનો ભોગ બનેલા દર્દીઓની સેવામાં વિતાવ્યું હતું. જૈફ વયે પણ તેઓ ખૂબ જ સક્રીય હતા, તેઓ નિયમિત હોસ્પિટલ આવવાની સાથે દર્દીઓને પણ તપાસતા હતા. ઉંમરને કારણે તેમના મગજના જ્ઞાનતંતુ સૂકાઈ ગયા હતા.   છેલ્લા કેટલાક સમયથી તેઓ પાર્કિન્સન નામની બીમારી સાથે લિવરની સમસ્યા સામે પણ લડી રહ્યા હતા.