વેપારીના ભત્રીજા પ્રેમચંદ ને કાકી જશોદા સાથે ૨.૫ વર્ષથી નાજાયદ સબંધ હતો : વેપારીની પત્ની જશોદાએ પોલીસને ગોળ ગોળ વાતો કરી ને ગેરમાર્ગે દોરી

વડોદરા- ક્રાઈમ, મિ.રિપોર્ટર, ૧૭મી મે. 

 શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર આવેલી વૈકુંઠ-2 સોસાયટીના કેરોસીનના વેપારી દાલચંદ ઉર્ફે રમેશ માંગીલાલ ખટીકની હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાખ્યો છે. જેમાં વેપારીની હત્યા તેની પત્ની જશોદાબેન ખટીક અને તેના પ્રેમી-વેપારીના ભત્રીજા પ્રેમચંદ ખટીકે સાથે મળીને કરી હોવાનો પર્દાફાશ થયો છે. વેપારીની હત્યા લુંટના ઇરાદા થઇ હોવાની ખોટી થીયરી રજુ  કરીને  પોલીસને  ગેરમાર્ગે દોરનારી વેપારી ની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

વેપારીની પત્ની જશોદાએ પોલીસને ગોળ ગોળ વાતો કરી ને ગેરમાર્ગે દોરી

ન્યૂ વીઆઇપી રોડ વૈકુંઠ-2માં રહેતા દાલચંદ ઉર્ફે રમેશ માંગીલાલ ખટીક(42) કેરોસીનનો વેપાર કરતા હતા. ઉદેપુરના નવાણિયા ગામે રહેતી બહેનનું અવસાન થતાં ડાલચંદ 15 મેના રોજ બુધવારે સવારે 7:30 વાગે પરિવાર સાથે રાજસ્થાન જવા નીકળવાનો હતો. પોલીસ પૂછપરછમાં વેપારીની પત્નીએ જશોદાબેને જણાવ્યું હતું કે, વેપારી વહેલી સવારે 4 વાગ્યે ઘરેથી બે લાખ રૂપિયા લઇને થોડી વારમાં આવવાનું કહીને ગયા હતા. સવારે 11:30 વાગે પણ પતિ નહીં આવતાં તેણે જશોદાબેને તેમના ભાઇ રામુને જાણ કરી શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સાળા રામુને ઘર નજીકના પાંજરાપોળ વુડાના મકાનો પાસેથી બનેવી રમેશ ખટીકની કાર દેખાઇ હતી. તેણે કારમાં જઇને જોતાં પાછળની સીટ પર બનેવી મૃત હાલતમાં પડેલા હતાં. કારના કાચ ખુલ્લા તેમજ ઘરેથી લઇ નીકળેલા રૂપિયા પણ ન હતાં. તેણે આસપાસના લોકોને બોલાવી હરણી પોલીસને જાણ કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. શરૂઆતમાં હાર્ટએટેકથી મોત નીપજ્યું હોવાની પોલીસ અનુમાન લગાવી રહી હતી. જોકે, પોસ્ટ મોર્ટમમાં દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા કરાઇ હોવાનો રિપોર્ટ આવતાં પોલીસે હત્યારાની શોધખોળ શરૂ કરી છે.

વેપારીના ભત્રીજા પ્રેમચંદ ને કાકી જશોદા સાથે ૨.૫ વર્ષથી નાજાયદ સબંધ હતો

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વેપારીની હત્યા થઇ હોવાનું ખુલતા પોલીસે તપાસ હાથ ધરી હતી.  પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, દાલચંદ ખટીક સાથે અગાઉ પ્રેમચંદ નામનો વ્યક્તિ કામ કરતો હતો.  પ્રેમચંદના દાલચંદની પત્ની સાથે ૨.૫ વર્ષથી નાજાયદ સબંધ- પ્રેમ સબંધ હતો.  હત્યાની થીયરી પર શંકા જતા જ  પોલીસે બંનેની અટકાયત કરીને અલગ-અલગ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મૃતક વેપારીની પત્ની ભાંગી પડી હતી. અને પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે, આજથી એક માસ પહેલાં પ્રેમચંદ સાથેના પ્રેમ સંબંધની જાણ દાલચંદને થઇ ગઇ હતી. જેથી દાલચંદ દારૂ પીને જશોદબેન સાથે મારઝુડ કરતો હતો. 20 દિવસ પહેલા જશોદા રાજસ્થાનના ગોગુંદા ગામે ગઇ હતી. જ્યાં તેની મુલાકાત પ્રેમી પ્રેમચંદ સાથે થઇ હતી. જ્યાં પતિ દાલચંદના અત્યાચાર અંગે વાત કરી હતી. જેથી જશોદાએ પ્રેમી પ્રેમચંદ સાથે મળીને પતિની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. ત્યારબાદ 13 મેના રોજ જશોદા રાજસ્થાનથી વડોદરા પોતાના ઘરે આવી ગઇ ગતી. 14 મેના રોજ પતિએ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હોવાથી જશોદાએ પ્રેમચંદને ફોન કરીને વડોદરા બોલાવી લીધો હતો. રાત્રે સાડા ત્રણ વાગ્યે પ્રેમચંદ જશોદાના ઘરે પહોંચ્યો હતો. અને જશોદા અને પ્રેમચંદે મળીને કપડા સૂકવવાની નાઇલોનની દોરી વડે ગળે ટૂંપો આપીને દાલચંદ ખટીકની હત્યા કરી નાંખી હતી. અને કારની પાછળની સીટમાં મૃતદેહને મૂકીને કારને પાંજરાપોળ પાસે મૂકીને ત્યાંથી બંને ફરાર થઇ ગયા હતા.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: