નવી દિલ્હી- મી.રિપોર્ટર
31મી ડીસેમબરના ન્યૂયર સેલિબ્રેશનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર ના ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારને પત્ર લખીને ન્યૂયર સેલિબ્રેશન પર નજર રાખવા માટે કહ્યું છે. ખાસ કરીને પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કોરોનાના નવા કેસ અને એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. તેથી સાવધાનીની વધુ જરૂરિયાત છે. મંત્રાલયે કહ્યું કે જો જરૂરી લાગશે તો લોકલ સ્તરે એડમિનિસ્ટ્રેશન નાઈટ કર્ફ્યૂ જેવા પ્રતિબંધ લગાવી શકે છે. આ ઉપરાંત વેક્સિનેશન માટે પણ તૈયારી રાખવાનું કહ્યું છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
કોવિડ-19 દર્દીઓને સર્વિલાંસ માટે લાગુ કરેલી ગાઈડલાઈનનો સમય 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દેવામાં આવ્યો છે.
કન્ટેનમેન્ટ ઝોનમાં સાવધાની રાખવામાં આવે કે જેથી સંક્રમણને ફેલાવતા રોકી શકાય. કોરોનાના નવા સ્ટ્રેનને પણ આવવાથી રોકવા માટે સર્વિલાંસ જરૂરી છે.
NEGVACએ વેક્સિનેશન માટે પ્રિયોરિટાઈઝેશન તૈયાર કર્યા છે. હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, 50 વર્ષની ઉપરના અને 50 વર્ષથી નાના લોકો જેમના પર કોરોનાનો વધુ ખતરો છે તેમને પહેલાં વેક્સિન આપવામાં આવશે.
એવા લોકોના ડેટા ફાઈનલ કરીને અપલોડ કરો.
વેક્સિનના સ્ટોરેજ, ટ્રાંસપોર્ટેશન, સિક્યોરિટી સહિત અન્ય વ્યવસ્થા પૂરી કરી લો.
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકપણે પાલન કરાવો.
કોરોના વેક્સિન કોવીશીલ્ડ તૈયાર કરનાર સીરમ ઈન્સ્ટિટ્યુટના CEO અદાર પુનાવાલાએ કહ્યું છે કે કંપનીએ અત્યારે કોવીશીલ્ડના 4-5 કરોડ ડોઝ સ્ટોકમાં રાખ્યો છે. ઈમર્જન્સી યુઝ માટે આગામી કેટલાક દિવસોમાં મંજૂરી મળી શકે છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે નક્કી કરવાનું છે કે તે કેટલા ડોઝ વધુ જલ્દીથી લેશે. અમારી કંપની જુલાઈ 2021 સુધીમાં 30 કરોડ ડોઝ તૈયાર કરી લેશે. ભારતની વસ્તી ઘણી છે.
આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.