કરજણના ભાજપ MLA અક્ષય પટેલના પુત્રની કારે અડફેટે લેતા વૃદ્ધનું મોત, ધારાસભ્યના પુત્ર સામે ગુનો નોંધાયો

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ- વડોદરા, મી.રિપોર્ટર, ૨૧મી એપ્રિલ. 

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મેથી ગામ પાસે ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર રિષી પટેલની કારની અડફેટે વૃદ્ધનું મોત થતા ભારે હોબાળો મચી ગયો હતો. ભારે હોબાળા વચ્ચે સ્થાનિકોના ટોળા એકત્ર થઇ જતાં ધારાસભ્યનો પુત્ર ફરાર થઇ ગયો હતો. બીજી તરફ ધારાસભ્યના પુત્ર સામે ફરિયાદ નોંધાતા રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

સમગ્ર ઘટના અંગે કરજણ તાલુકાના મેથી ગામમાં રહેતા નાગજીભાઇ ચતુરભાઇ પટેલના ભાણેજ જિજ્ઞેશ પટેલે જણાવ્યું કે, મારા મામા નાગજીભાઇ મંગળવારે સાંજે 6:30ના અરસામાં મેથી ગામના બસ સ્ટેન્ડ પાસે પસાર થતા હતા, ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર રિષી પટેલ પૂર ઝડપે જીપ લઇ આવ્યો હતો અને નાગજીભાઇને ટક્કર મારતા તેમનું મોત થયું હતું. મેં ફરિયાદ કરવાનું કહેતાં રિષી ભાગી ગયો હતો. રાત્રે 11:30 વાગે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરજણના સરકારી દવાખાનમાં લઇ જવામાં આવ્યો હતો.

અકસ્માત અંગે સ્થાનિકોએ જણાવ્યું હતુ કે,કાર રિષી અક્ષયભાઇ પટેલનો પુત્ર ચલાવી રહ્યો હતો અને તેનો મિત્ર બાજુમાં બેઠો હતો. જોકે, સ્થળ પર ઉભેલા કરજણ ધારાસભ્યના પુત્રની કારમાં કોઇ વ્યક્તિ મળી આવી નહોતી. કાર મૂકીને રિષી સહિત બે યુવાન ફરાર થઇ ગયા હતા.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.