બોલીવુડ માં મોર્ડન લવ સ્ટોરી નો ટ્રેન્ડ શરુ કરનાર ફિલ્મ મેકર કરણ જોહર હવે ‘ગે લવ સ્ટોરી’ બનાવશે

મિ.રિપોર્ટર, ૨૬મી જાન્યુઆરી. 

બોલીવુડમાં મોર્ડન લવસ્ટોરી નો ટ્રેન્ડ શરુ કરનાર ફિલ્મમેકર કરણ જોહર હવે સજાતીય સંબધો પર એક પ્રેમ કહાની એટલેકે  ‘ગે લવ સ્ટોરી’ બનાવશે. તાજેતરમાં જ સ્વિત્ઝરલેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં આ બાબતની જાણકરી આપી હતી. આ ફિલ્મમાં બોલિવૂડના બે જાણીતા એક્ટર્સ જોવા મળશે.

ફિલ્મ મેકર કરણ જોહર પોતાની ફિલ્મ તખ્ત બાદ આ ગે લવ સ્ટોરીનું નિર્માણ શરૂ કરશે. આ ફિલ્મમાં કયા અભિનેતા જોવા મળશે તેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કરણ જોહર તખ્ત નામની જે ફિલ્મ બનાવી રહ્યા છે તે એક મલ્ટિ સ્ટારર ફિલ્મ છે. આ ફિલ્મ તખ્તમાં જ્હાન્વી કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, રણવીર સિંહ, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર અને અનિલ કપૂર જોવા મળશે.