કંગનાનો નવો દાવો : AIIMS એ સુશાંત સિંહની આત્મહત્યાની શક્યતાને નકારી દીધી, ગળું દબાવીને હત્યા કરી હોવાની શંકા

www.mrreporter.in
Spread the love

બોલીવુડ – મી.રિપોર્ટર, 7મી સપ્ટેમ્બર .

બોલીવુડ  એક્ટર કંગના રનૌતે સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે  દાવો કર્યો  છે.  કંગનાએ એક ન્યુઝ વેબસાઈટની લિંક શેર કરીને દાવો કર્યો છે કે, એમ્સે અભિનેતાની આત્મહત્યાની શક્યતાને નકારી ગળું દબાવીને હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

એક ન્યુઝ ટીવી ચેનલના રિપોર્ટ મુજબ,  CBI સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં પોસ્ટમોર્ટમને સમજવા માટે  એમ્સની મદદ લઇ રહી છે. 4થી 6 સપ્ટેમ્બર દરમિયાન એમ્સના ત્રણ ડોક્ટરની ટીમે કૂપર હોસ્પિટલમાં 5 ડોક્ટર્સની પૂછપરછ પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંતની ડેડ બોડી 14 જૂને તેનાં ઘરેથી મળી, અભિનેતાના છેલ્લા ફોટોમાં તેના ગળા પર નિશાન દેખાયા હતા. લિગેચર માર્ક આડો અને ગળાની વચ્ચે હતો જે આત્મહત્યા કેસમાં હોતો નથી. સોશિયલ મીડિયા પર લોકોએ સુશાંતનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ચર્ચાઓ કરી હતી. જ્યારે કૂપર હોસ્પિટલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ આત્મહત્યા જણાવી હતી

એમ્સે કૂપર હોસ્પિટલના ડોક્ટર્સને આ પ્રશ્નો પૂછ્યા

  • ઇન્ટરનલ એક્ઝામિનેશન તથા  તપાસ રિપોર્ટ પરથી લિગેચર માર્ક અંગે તમારું શું કહેવું છે?
  • પ્લીઝ જણાવો કે, તમે લિગેચર માર્કમાં ગળું દબાવીને હત્યાની શક્યતાને કેવી રીતે નકારી દીધી?
  • કુર્તાને લીધે આવો લિગેચર માર્ક કેવી રીતે આવી શકે છે ?
  • દુનિયાભરના લોકો  વચ્ચે ફેલાયેલા ગળું દબાવ્યાના નેરેટિવને કેવી રીતે ઉકેલી શકાય?

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.