ભારતીય નૌ સેનામાં JOB : ધો. 12 પાસ પણ કરી શકશે નોંકરી માટે એપ્લાય, રૂપિયા 69 હજાર સુધી સેલેરી

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી- મી.રિપોર્ટર, ૨૩મી એપ્રિલ.

કોરોના વિસ્ફોટ વચ્ચે નોકરી અંગે એક સારા સમાચાર આવ્યા છે. Indian Navy માં નાવિક માટેના 2500 પદ પર ભરતી થઇ રહી છે. આ પોસ્ટ માટે ધો. 12  સાયન્સ પાસ  એપ્લાય કરી શકે છે. આ પોસ્ટ્સ માટે પસંદ થનાર ઉમેદવારને દર મહિને 69 હજાર રૂપિયા સુધીના પગાર ધોરણ મુજબ સેલેરી મળશે. આ પોસ્ટ માટે 26 એપ્રિલથી કરી શકાશે ઓનલાઈન અરજી, છેલ્લી તારીખ 30 એપ્રિલ રહેશે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

પદોની જાણકારી

Sailor AA – 500 પોસ્ટ્સ
Sailor SSR – 2000 પોસ્ટ્સ
કુલ પોસ્ટ્સની સંખ્યા – 2500

પગાર ધોરણ

આ પદો પર ભરતી થનાર ઉમવેદવારને રુ.21,700 થી મહિને 69,100 રૂપિયા (લેવલ-3 મુજબ અન્ય ભથ્થાઓ સાથે સંપૂર્ણ પગાર મળશે)

શૈક્ષણિક લાયકાત

ભારત સરકાર / રાજ્ય સરકાર દ્વારા માન્યતાવાળી શાળા / બોર્ડમાંથી વર્ગ 12 (વિજ્ઞાન) પાસ કર્યું હોવું જોઈએ. તેમજ ધો.12 માં ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોવો જોઈએ. સાથે જ રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન અથવા કમ્પ્યુટર વિજ્ઞાન પૈકી કોઈ પણ એક વિષયનો અભ્યાસ પણ કર્યો હોવો જોઈએ.

Indian Navy Job: નેવિગેટરની જગ્યાઓ માટે બમ્પર ભરતી, 69000 સુધીનો પગાર

કોણ કરી શકે અરજી ?

01 ફેબ્રુઆરી 2001 થી 31 જુલાઈ 2004 ની વચ્ચે જન્મેલા ઉમેદવારો ભારતીય નેવી સેઇલરની ભરતી 2021 માટે અરજી કરી શકે છે.

અરજી કેવી રીતે કરવી ? 

ભારતીય નેવી વેબસાઇટ joinindiannavy.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરો. અરજીની પ્રક્રિયા 26 એપ્રિલ 2021 થી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2021 છે. જનરલ અને ઓબીસી ઉમેદવારોએ 215 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. એપ્લિકેશન અન્ય બધા માટે મફત છે.

પસંદગી કેવી રીતે થશે ?

આ પોસ્ટ્સ માટેની પસંદગી લેખિત પરીક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે.

Indian Navy Sailor Recruitment Notification 2021 માટે અહીં ક્લિક કરો.ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો (લિંક 26 એપ્રિલ 2021 ના રોજ સક્રિય થશે)

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.