દેશની મહિલા અને બોલીવુડની હિરોઈન જ્વેલરી જોઇને પોતાના ડ્રેસ નક્કી કરે તેવી જ્વેલરી ડિઝાઇન કરવી છે : યંગ જ્વેલરી ડિઝાઇનર કુ. પરોમા પોપટ

વડોદરા, મિ.રિપોર્ટર, ૨૩મી જાન્યુઆરી.

હાલમાં દેશમાં યુવતી અને મહિલાઓથી લઈને બોલીવુડ સહિતની હિરોઈન પોતાના ડ્રેસ ને મેચિંગ જ્વેલરી ખરીદે છે. પરંતુ મારે એવી જ્વેલરી ડિઝાઇન કરવી છે કે જેને જોઈને યુવતી, મહિલાઓ અને બોલીવુડની હિરોઈન પોતાના ડ્રેસ અને આઉટફીટ નક્કી કરે. આ શબ્દો છે ઈન્ડો વેસ્ટન જ્વેલરી મેકિંગમા વૈશ્વિક સ્તરે આગવી છાપ ધરાવનાર યુવા ઉદ્યોગ સાહસિક કુમારી પરોમા પોપટ ના.

મુંબઈ ખાતે યોજાનાર લેકમે ફેશન વીક સમર રિસોર્ટ ૨૦૧૯માં પરોમા પોપટ પોતાની જ્વેલરી પ્રદર્શિત કરશે.પરોમા માં પોપટ એ તૈયાર કરેલી જ્વેલરી ને બોલિવૂડની હોટ અભિનેત્રી દીપિકા પાદુકોણ, સની લીયોની, શ્રદ્ધા કપૂર, વિદ્યા બાલન, હિના ખાન સહિતની અનેક અભિનેત્રીઓએ પહેરીને પોતાની શોભા વધારી છે. પરોમા પોપટ વડોદરામાં પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના આગામી પ્લાન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. યંગ જ્વેલરી ડિઝાઇનર પરોમા પોપટએ  શું કહ્યું તેનો વિડીયો જુઓ….