મિ.રિપોર્ટર, ૧૬મી નવેમ્બર.
ઉપરવાલા જબ ભી દેતા હૈ છપ્પરફાડ કે…આ કહેવત એકદમ સાચી ઠરી છે, અમેરિકાના મેનહટ્ટમાં રહેતા રોબર્ટ બેલી માટે. રોબર્ટ બેલીએ એક કરોડ, પાંચ કરોડ કે દસ કરોડ નહિ પણ અધધ કહી શકાય એટલેકે, રૂપિયા ૨૪૬૩ કરોડની જેકપોટ લોટરી જીતી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બેલી છેલ્લાં 25 વર્ષથી આ લોટરીમાં એક જ નંબરની લોટરી ખરીદીને નસીબ અજમાવતો હતો. આખરે નસીબે તેનો સાથ આપતાં જ રાતોરાત અબજો પતિ બની ગયો છે.
67 વર્ષના રિટાયર્ડ પોસ્ટલ વર્કર બેલીએ કહ્યું કે, ’25 વર્ષ પહેલા તેના પરિવારના એક સભ્યએ તેને કેટલાક આંકડા લખીને આપ્યા હતા જેમાંથી તેને આ નંબર મળ્યો હતો. બેલી ત્યારથી ન્યૂયોર્ક સ્ટેટ લોટરીની ગેમમાં 8-12-13-19-27-4 આંક પર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યો છે. આ નંબર પર તેણે પહેલા પણ એકવાર 30 હજાર ડૉલર જીત્યા છે.’
તેણે વધુમાં કહ્યું કે, ‘તેણે જેકપોટનો લાઇવ ડ્રો જોયો નહોતો. આ સમયે તે કોલેજની ફુટબોલ મેચ જોઈ રહ્યો હતો. જે બાદ તેણે પાવરબોલ લોટરીના પરિણામ જોયા અને જ્યારે તેના બધા જ નંબર મેચ થઈ ગયા તો થોડીવારે માટે તો તે અવાક બનીગયો હતો. મને, હું આટલા રુપિયા જીત્યો છું તેના પર વિશ્વાસ નહોતો આવતો. જોકે ઈનામની રકમનો ચેક લીધા બાદ બેલીએ કહ્યું કે, ‘આ રકમમાંથી તે સૌથી પહેલા પોતાની માતા માટે એક ઘર લેશે. જે પછી તે દુનિયા ફરશે અને રુપિયા ઇન્વેસ્ટ કરશે. આટલા બધા રુપિયા સાથે તે ઘણી એક્ઝોટિક જગ્યાએ ફરવાનું વિચારી રહ્યો છે. જેમાંથી લાસવેગાસ પણ એક છે.’