જૂની સયાજી હોટેલનો હવે એફોટેલ હોટેલ તરીકે પુનઃ પ્રારંભ થયો તે અમારા માટે ઘણી લાગણીશીલ ક્ષણ છે : સબા ધાનાની

Spread the love

મિ.રિપોર્ટર-વડોદરા, ૧૬મી નવેમ્બર. 

આજનાં પડકારાત્મક અને સતત પરિવર્તનશીલ યુગમાં પ્રત્યેક ધંધાકીય સંસ્થા નવીનીકરણ કરવા માટે તત્પર રહે છે અને એમાં સયાજી હોટેલ પણ બાકાત નથી. સયાજી હોટેલ્સ લિમિટેડ તરીકે હોટલોની હારમાળા સ્થાપવામાં અગ્રેસર રહેનાર અને શહેરના સયાજીગંજ-કાલાઘોડા પાસે આવેલી હોટેલ સયાજી પોતાનું રૂપ, માળખું અને દેખાવની કાયાપલટ કરી છે. હવે આ હોટલ એફોટેલ હોટેલ તરીકે પોતાની નવી ઈનીંગનો પુનઃ પ્રારંભ કર્યો છે. 

એફોટેલ હોટેલનાં રૂપમાં એક નવા ઘરેણાં નો પ્રારંભ કરાવતાં સયાજી હોટેલ્સના માલિક સબા ધાનાણીએ જણાવ્યું હતું કે, અમે સયાજી હોટેલને ફરીથી લોન્ચ કરી રહ્યા છીએ, તે  અમારા માટે ખૂબ જ લાગણીશીલ ક્ષણ છે” મારા દાદા અને પપ્પાએ આની શરૂઆત કરી હતી. અમે સમયની માંગ અને અમારા કસ્ટમરને કઈક નવું આપવા માટે જ એફોટેલ હોટેલ નામથી નવો રંગ ભર્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેમાનોની વિભિન્ન સગવડતાની જરૂરિયાતને સાચવવા માટે ૮૯ બિઝનેસ રૂમ્સનાં કુલ વિસ્તારમાં ૭૬ ડિલક્સ રૂમ્સ, ૭ પ્રિમયમ ડિલક્સ રૂમ્સ અને ૬ સ્વીટ રૂમ્સનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાં પહેલેથી જ વિખ્યાત કાલા ઘોડા રેસ્ટોરાં , જિમ, પ્લેગ્રાઉન્ડ  જેવી મનોરંજનાત્મક વસ્તુઓનું બારે આકર્ષણ રહ્યું છે. જેમાં આ એફોટેલ હોટેલ પોતાની તાજગીભર્યો અહેસાસ કરાવશે.