દેશમાં સોનું ખરીદવું થયું વધુ સસ્તું, ત્રણ દિવસમાં થયો આટલો મોટો ઘટાડો, જાણો

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી- મી.રિપોર્ટર, 1લી માર્ચ.

વિશ્વના  બજારોમાં વેચાવલી અને રૂપિયાના વિનિમય દર નબળો થતાં શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી(Delhi) માં સોનું (Gold Price) 342 રૂપિયા ઘટીને 45,599 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી (Silver) 2007 રૂપિયા તૂટીને 67,419 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સરકી ગઇ છે. આ પહેલાં ગુરૂવારે સોનું 45,941 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સોનાની માફક ચાંદી (Silver Price) ની કિંમત આજે 2007 રૂપિયા ઘટીને 67,419 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઇ છે. આ પહેલાં ગુરૂવારે ચાંદી 69,426 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ હતી.

www.mrreporter.in

24મી  ફેબ્રુઆરીના રોજ સોનું 148 રૂપિયા ઘટીને 46,307 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી ગઇ હતી. ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ તેનો ભાવ 358 રૂપિયા ઘટીને 45,959 દસ ગ્રામ થઇ ગયો હતો. શુક્રવારે 26મી  ફેબ્રુઆરીના રોજ સોના (Gold ) નો ભાવ 342 રૂપિયા તૂટીને 45,599 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી ગયો. આ દિવસમાં સોનું કુલ 848 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધીનો ઘટાડો થયો છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.