વડોદરામાં જાણીતા દર્શનમ બિલ્ડર ગૃપ અને ડિઝાઈનર સ્ટુડિયો સહીત ગ્રુપના 30 જેટલા સ્થળો પાર IT ના દરોડા : કરોડોની કરચોરી પકડાઈ !

www.mrreporter.in

વડોદરા આઈટી વિભાગે શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ દર્શનમ ગ્રુપ, સાંઈ  રુચિ, વિહવ ગ્રુપ, સમૃદ્ધિ ગ્રુપ  તથા આર્કિટેક્ટ રુચિર શેઠના ડિઝાઈનર સ્ટુડિયો સહીત ગ્રુપના ભાગીદારોને દરોડા પાડ્યા : કરોડોના વાંધાજનક દસ્તાવેજો જપ્ત

બિઝનેશ-વડોદરા, મી.રિપોર્ટર, 24મી ફેબ્રુઆરી.

વડોદરા શહેરમાં  આવકવેરા વિભાગની ઇન્વેસ્ટીવિંગ ના અધિકારીઓની આગેવાનીમાં શહેરમાં લગભગ એક ડઝન થી વધુ વિવિધ સાઈટો ધરાવતાં  જાણીતા બિલ્ડર ગ્રુપ અને આર્કિટેક્ટ  ગ્રુપના સાથીઓ ના રહેઠાણ, ઓફિસો અને કન્સ્ટ્રક્શન સાઇટોની 30 જેટલી જગ્યાઓ પર  વહેલી સવારથી સામુહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગની ઇન્વેસ્ટીવિંગ ના અધિકારીઓની આગેવાનીમાં હાથ ધરાયેલા  સર્ચ ઓપરેશનમાં કરોડો રૂપિયાના વ્યવહારની કરચોરી પકડીને  વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા  છે.  આવકવેરા વિભાગની કામગીરીના પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

વડોદરા શહેરમાં  આવકવેરા વિભાગની ઇન્વેસ્ટીવિંગ ના અધિકારીઓની આગેવાનીમાં શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ દર્શનમ ગ્રુપ, સાંઈ  રુચિ, વિહવ ગ્રુપ, સમૃદ્ધિ ગ્રુપ  તથા આર્કિટેક્ટ રુચિર શેઠના ડિઝાઈનર સ્ટુડિયો સહીત ગ્રુપના ભાગીદારોના સેવાસી, અલકાપુરી વિસ્તારોમાં આવેલા નિવાસસ્થાનો, વિવિધ વિસ્તારોમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટો, તેમજ જાણીતા આર્કિટેક રૂચિર શેઠની જુના પાદરા રોડ, મનિષા ચોકડી પાસે આવેલી ઓફિસ મળીને 30 ઉપરાંત સ્થળો ઉપર આવકવેરા વિભાગની ટીમોએ સામુહિક દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે બિલ્ડર ભાગીદારો, આર્કિટેક્ટના નિવાસ સ્થાન અને ઓફિસોમાંથી વાંધાજનક દસ્તાવેજો, બેંક પાસબુકો સહિતના દસ્તાવેજો કબજે કર્યા હતા.  આવકવેરા વિભાગને દરોડા દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી ઝડપી પાડી ને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply