દીકરી છે જ એવી જે પ્રેમ નું ઝરણું બની ને માં ના ખોળે જન્મ લે છે….

Spread the love

એપિસોડ -40

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -39: તમે પાછલાં અંકમાં વાચ્યું…  આકાંક્ષા બધું જ ભૂલી ને સામાન્ય જીવન જીવવા લાગી હતી. કોલેજ ની પરીક્ષાના છેલ્લા દિવસે બધા એ જ એમની કોલેજ ની કેન્ટીન માં બેઠા હતા વાત વાત માં હર્ષ બધા ને જણાવે છે કે આકાંક્ષા upsc ની તૈયારી કરે છે અને આકાંક્ષા કહે છે નસીબ ની વાત છે પરંતુ તૈયારી કરવામાં શું જાય છે હર્ષ સમજાવે છે કે નસીબ એ જ લોકો ને સાથ આપે છે જે ખુદ ની મદદ કરે છે અને આકાંક્ષા ખુબ જ મહેનત કરવાની તૈયારી બતાવે છે.એ પછી બધા છુટા પડે છે આકાંક્ષા ઘરે ગયા બાદ એની મમ્મી ને થોડી ઘણી મદદ કર છે આ જોઈ ને એના પાપા ની આંખો ભીની થઇ જાય છે અને આકાંક્ષા નું કપાળ ચૂમી લે છે.)

“બસ ……હો …..આવા સેન્ટી માહોલ ને હટાવો …….જા મમ્મી તું અને પાપા બહાર બેસો હું કરી લઈશ…”કહી ને આકાંક્ષા એ બંને ને બહાર મોલ્ક્યા.

(કલાક પછી)

“એએએ….અક્કુ….પત્યું કે આવું હું???” રમા બેને થોડા ચિંતા વાળા અવાજ થી પૂછ્યું.

“અરે …..તું તારું રસોડું જોડે લઇ ને ફરવાનું છોડી દે….મારી દીકરી તારા કરતા પણ વધારે હોશિયાર છે..”આકાંક્ષા ના પાપા એ એનો પક્ષ લેતા કહ્યું.

ત્યાં જ આકાંક્ષા ટ્રોલી માં બધું જમવાનું લઇ ને આવી …..

“લો રેડી થઇ જાવ….જમવાનું તૈયાર છે….” ટેબલ નજીક ઉભા રહેતા આકાંક્ષા બોલી.

રમા બેન શોક માં હતા કારણ કે એમને આકાંક્ષા ને કઈ પણ સમજાવવાનો સમય જ નહોતો મળ્યો.છતાં પણ એ આટલું બધું શું બનાવી લાવી હશે એ વિચારતા એમને એક પછી એક બાઉલ ઉઘાડી ને જોયા…… જીરા રાઈસ, દાલ ફ્રાય, બટર રોટી,સલાડ, મટર પનીર અને છાશ જેવી વાનગીઓ જોઈ ….રમા બેને આંખો ચોળી ને ફરી એક વાર જોયુ….. એમને પોતાની આંખ પર વિશ્વાસ ના થયો એટલે એમને આકાંક્ષા ના પાપા ને કહ્યું,

” અરે …..મને ચીમટી ભરો તો…..આ સપનું છે કે હકીકત ???? સમજ જ નથી પડતી…”

અને આકાંક્ષા અને એના પાપા બંને એ રમા બેન ને ચીમટી ભરી…….

” ઓ…માં…. ” રમા બેન ના મોઢા માંથી ચીસ નીકળી ગઈ.

આકાંક્ષા એની મમ્મી ને વળગી ને એને ચૂમતા અને વહાલ કરતા બોલી, ” મમ્મી ચિંતા ના કર આ બધા માં મરચું પણ બરાબર છે અને મીઠું પણ ……”

” એ બધી જ વાત બરાબર …..પ…પણ……. આ બનાવ્યું કેવી રીતે???” રમા બેને પૂછ્યું.

આકાંક્ષા પોતાની ટીશર્ટ ના કોલર ચડાવતા અને થોડા નખરા કરતા બોલી,

” આપડાને બધું આવડે બોસ…..હા આ વાત નું અભિમાન નથી અમને….”

હવે રમા બેન ની ધીરજ ખૂટી રહી હતી….એમને આકાંક્ષા નો કાન પકડ્યો અને બોલ્યા,” તારે બોલવું છે???”

આકાંક્ષા એ ફોન બતાવતા કહ્યું,” મમ્મી આ ઈન્ટરનેટ ના જમાના માં માણસ ને કઈ પણ શીખવા કોઈ ની જરૂર નથી પડતી ….ગૂગલ બાબા જિંદાબાદ …સમજી ??? ચાલ હવે જાસૂસી બંધ કર અને જમવા બેસો હું પીરસી દવ ”

ડાઇનિંગ ટેબલ ની શાન આજે વધી ગઈ હતી કારણ કે આજ સુધી જે અહીં બેસી ને જમતી હતી એ જ દીકરી આજે બધા ને પોતાના હાથ થી જમાડતી હતી…..આજે આટલા વર્ષો માં પહેલી વાર આકાંક્ષા ના મમ્મી-પાપા ને અહેસાસ થયો કે ખરેખર આકાંક્ષા હવે મોટી થઇ ગઈ છે કદાચ આજે પહેલી વાર રમા બેન ને આકાંક્ષા એ એમને મદદ કરાવી એ ના ગમ્યું…આ દીકરી છે જ એવી જે પ્રેમ નું ઝરણું બની ને માં ના ખોળે જન્મ લે છે ….દાદી અમ્મા બની ને બાપ ને ખખડાવી શકે છે …..ઘર માં માત્ર ખુશીઓ જ લાવે છે અને માં- બાપ એને એટલા બધા લાડ કોડ થી ઉછેરે છે કે એ ભૂલી જાય છે કે …..દીકરી તો પારકી થાપણ છે ….આટલો મોહ કરાવી ને એક દિવસ આ બધુ જ છોડી ને ઘરનાં પોતાના જ આંગણે પોતાના હાથ ની છાપ મારી બધા જ હક છોડી ને કોઈ પારકાં ના ઘર ને મહેકાવવા જતી રહેવાની છે……આ બધું વિચારતા રમા બેનની આંખ માંથી આંસુ ખરવા લાગ્યા. આકાંક્ષા ના પાપા એમની મનોવ્યથા સમજી ગયાં….. એમને રમા બેન ને પાણી આપ્યું……અને કહ્યું,” ચિંતા ના કર હો. …. આપડે ઘર જમાઈ શોધીશુ….અક્કુ ને ક્યાંય નહિ મોકલીએ …”

આકાંક્ષા પણ હવે વાત ને સમજી ગઈ અને બોલી ,”એટલે તું એવું સમજે છે કે મેં જમવાનું બનાવ્યું તો હવે હું લગ્ન કરી લઈશ? ……હું ક્યાંય નથી જવાની તમને બંને ને છોડી ને ……” અને એ એના મમ્મી-પાપા ને વળગી પડી.

“અક્કુ…તારી UPSC ની પ્રિલિમ્સ ઓગસ્ટ માં છે ને? આકાંક્ષા ના પાપા એ પૂછ્યું . આકાંક્ષા એ માથું હલાવ્યું.

” હા……તો હવે આ મે ચાલે છેતો મંડીપડો……..શાંતિથી વાંચજે ……”એના પાપા એ એને સલાહ આપી.

” હા…પાપા હું થઇ જઈશ પાસ ખુબ જ જલ્દી તમે….IPS આકાંક્ષા ના પાપા બનશો.” આકાંક્ષા વિશ્વાસ થી બોલી….

“તથાસ્તુઃ…..” એના મમ્મી-પાપા એકસાથે બોલ્યા.

  • આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
  • જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.