દેશના જાણીતા અખબાર ભાસ્કર ગૃપની અમદાવાદ-ભોપાલ સહિતની ઓફિસ પર IT અને EDના દરોડા, મીડિયા જગતમાં ચર્ચા

www.mrreporter.in
Spread the love

રાજનીતિ – મિ.રિપોર્ટર, 22મી જુલાઈ. 

એક સમયે ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અખબાર તરીકે  ચર્ચામાં આવીને લોકોમાં ચર્ચા ને ટીકા નો ભોગ બનેલા દેશના જાણીતા દૈનિક ભાસ્કર ગ્રુપની અનેક ઓફિસો સહીત દિવ્ય ભાસ્કર ની અમદાવાદ ની ઑફિસો પર આજે વહેલી સવાર થી જ  IT અને ED ના દરોડા પાડવામાં આવ્યા છે. જેને લઈને મીડિયા જગતમાં ભારે હલચલ મચી ગઈ છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

કેન્દ્રની સ્વતંત્ર ગણાતી  IT અને ED  જેવી એજન્સીઓ એ દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર  સહીત જયપુર, અમદાવાદ, નોઈડા, મુંબઈ, ભોપાલમાં આવેલી દૈનિક ભાસ્કરની ઑફિસો પર રેડ પાડી છે. આ દરોડામાં 100 થી  વધુ અધિકારીઓ સામેલ થયા છે. વહેલી સવાર થી પડેલા દરોડામાં  અખબાર ગ્રુપના પ્રમોટરોના નિવાસસ્થાનોની પણ તપાસ કરી રહ્યા છે.

આવકવેરા વિભાગના સૂત્રોનું કહેવું છે કે સમૂહ દ્વારા ટેક્સ ચોરીની સૂચના બાદ આ રેડ પાડવામાં આવી રહી છે. દૈનિક ભાસ્કર ગ્રુપ દેશના સૌથી મોટા મીડિયા ગ્રુપમાંથી એક છે. 12 થી વધારે રાજ્યોમાં તે અલગ-અલગ ભાષાઓમાં પ્રકાશિત થાય છે.  અખબાર ગ્રુપમાં અત્યાર સુધીની આવકવેરા વિભાગની આ મોટી રેડ છે. ભાસ્કર કાર્યાલયમાં રહેલા તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે. સાથે જ કોઈને પણ બહાર જવા દેવામાં નથી આવી રહ્યા. સમગ્ર સર્ચ ઑપરેશન દિલ્હી અને મુંબઈની ટીમ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે,  ગુજરાતમાં દિવ્ય ભાસ્કર ગ્રુપ ના રચના અને  ન્યુઝ પેપર શરુ કરવામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકાર નો મોટો હાથ હતો. જેના લીધે જ દિવ્ય ભાસ્કર લોન્ચ થયું ત્યાર થી તે માત્ર મોદી નુ અખબાર છે તેવી પણ ચર્ચાઓ સોશિયલ મીડિયા ને માર્કેટમાં ઉઠવા પામી હતી.

જોકે છેલ્લા કેટલાય સમયથી દિવ્ય ભાસ્કર ગ્રુપ અને સરકાર વચ્ચે ભારે મતમતાંતર છે. ભાજપ શાસિત રાજ્યો અને કેન્દ્ર સરકારની અનેક પોલીસી, મંત્રીઓ ના કામો અને લોકોની અપેક્ષા તેમજ તેમને કરવામાં આવેલા વાયદા પુરા ન થયા હોવાનું આક્રમક શૈલી થી અખબાર યાદ કરાવી રહી છે. અખબાર ગ્રુપ નો આક્રમક મુડ પારખી ગયેલી સરકાર ના ઈશારા પર જ દરોડા પાડવામાં આવ્યા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.  ગુજરાત ના મોદી ને દેશના અને વિશ્વના મોદી બનાવવામાં પણ ભાસ્કર જૂથની ઘણી સક્રિય ભૂમિકા  હોવાનું કહેવાઈ રહ્યું છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.