વડોદરાના ગોરવામાંથી ISIS નો ઝફર અલી ઉર્ફે ઉમર નામનો આતંકવાદી ઝડપાયો : 26 મી એ મોટા હુમલાનું પ્લાનિંગ કરવાના ફિરાકમાં હતા

ISIS Zafar Ali alias Umar militant attacks from Gorawa in Vadodara: 26th was planning to launch a major attack
Spread the love

ઝફર અલી તમિલનાડુનું ફંડામેન્ટલિસ્ટ ગ્રુપનો સભ્ય :  આ ગ્રુપના ત્રણ આતંકી દિલ્હીમાં ઝડપાયા

 વડોદરા- ક્રાઈમ, મિ.રિપોર્ટર,  ૯મી જાન્યુઆરી. 

ગુજરાત ATSએ શહેરના  ગોરવા વિસ્તારમાંથી આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર નામના આતંકવાદીને ઝડપી લીધો છે. તમિલનાડુનો રહેવાસી એવો આ આતંકી ગુજરાતમાં રહી ISIS માટે કામ કરતો હોવાની પ્રાથમિક પૂછપરછમાં ચોકાવનારી માહિતી બહાર આવી છે. આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર છેલ્લા ૭ દિવસ થી ગોરવામાં આવેલા એક કાચા મકાનમાં રહેતો હતો.તેની સાથે બીજા ત્રણ જણા પણ રહેતા હતા, આ લોકો કોણ હતા તેણી ગુજરાત ATS તપાસ કરી રહી છે. ઝફર આજે દિલ્હીમાં ઝડપાયેલા ત્રણ આતંકી મોડ્યુલનો  પૈકી નો એક છે. જેથી ઝફરને દિલ્હી સ્પેશિયલ સેલને સોંપવામાં આવશે.

This slideshow requires JavaScript.

અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર  ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભું કરવાની ફિરાકમાં હતો. આતંકી ઝફર દિલ્હીના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા ISISના આતંકીઓની ધરપકડ બાદ ઝડપાયો છે. ઝફર દિલ્હીમાં ઝડપાયેલા ત્રણ આતંકી મોડ્યુલનો  પૈકી નો એક છે. આતંકવાદીઓની ધરપકડ બાદ દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, તમિળનાડુમાંથી 12-13 ડિસેમ્બરની આસપાસ 6 લોકો ફરાર પૈકીના ખ્વાજા મોઈનુદ્દીન, સૈયદ નવાઝ, અબ્દુલ સમદને આજે સવારે વઝીરાબાદમાં એક અથડામણમાં ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી 9 એમએમની ત્રણ પિસ્ટલ મળી છે. તેમની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  દિલ્હી અને વડોદરામાંથી ઝડપાયેલા શખસો 26મી જાન્યુઆરીને લઈને મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.

તમિલનાડુનું ફંડામેન્ટલિસ્ટ ગ્રુપ ISISની કટ્ટર માનસિકતાવાળું ગ્રુપ 

તમિલનાડુનું ફંડામેન્ટલિસ્ટ ગ્રુપ ISISની કટ્ટર માનસિકતા ધરાવતું હતું. આ ગ્રુપ પૈકીના 6 આતંકીઓએ દેશના અલગ અલગ ભાગમાં હિજરત કરી હતી. જેમાંથી ઝફર ઉર્ફે ઉમર વડોદરાના ગોરવા પાસેથી ઝડપાયો છે. હાલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ ચાલી રહી છે અને લોજીસ્ટિક સપોર્ટ અંગે પણ તપાસ ચાલુ છે.

હિન્દુવાદી નેતા સુરેશ કુમારની હત્યામાં ઝફર સામેલ 

2014ના વર્ષમાં  હિન્દુવાદી નેતા સુરેશ કુમારની હત્યા બાદ આ ગ્રુપના 6 સભ્યો ફરાર હતા. દિલ્હીમાં ઝડપાયેલા 3 આતંકીઓ પૈકી 2 આતંકીઓએ સુરેશ કુમારની હત્યા કરી હતી. જ્યારે આતંકી ઝફર 2014 બાદ નેપાળ ગયો હતો. આ 6 આતંકીઓને વિદેશી હેન્ડલર દ્વારા ઈનપુટ મળતા હતા. ઈનપુટ માટે એક એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો.