હવે તમારી ટ્રેન લેટ છે કેન્સલ ? આ જાણકારી હવે તમારા WhatsApp મળશે…..જાણો કેવી રીતે ?

www.mrreporter.in
Spread the love

બિઝનેશ- મી.રિપોર્ટર, 24મી ડિસેમ્બર. 

શું તમે વારંવાર મુસાફરી કરવાના શોખીન છે ? મુસાફરી પહેલા તમારી ટ્રેન લેટ તો નથી ને ? કેન્સલ તો નથી ને ? ટ્રેન કેટલે પહોંચી ?  ટ્રેન માટે પ્લેટફોર્મ પર કેટલા સમય સુધી રાહ જોવી પડશે ? આ બધી જાણકારી  હવે કોઈ પણ એપ્લિકેશન ને ડાઉનલોડ કર્યા  વગર જ આસાની થી મળી જશે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રેલવે એ નવી સર્વિસ શરુ કરી છે. Railofy ની આ સર્વિસ સંપૂર્ણપણે ફ્રી છે. આ સર્વિસીઝનો ફાયદો લેવા માટે પ્લેટફોર્મથી ટિકીટ બુક કરવાની કોઇ જરૂર નથી. WhatsApp દ્વારા ટ્રેનનું લાઇવ સ્ટેટસ તે જગ્યાઓ પર ખૂબ કામનું સાબિત થાય છે જ્યાં નેટવર્કની સમસ્યા હોય છે.

જે ટ્રેન (Train)થી મુસાફારી કરવાના છો તેનું સ્ટેટ્સ જાણવા માટે તમારે +91-9881193322 પર પોતાનો PNR લખીને WhatsApp કરવું પડશે. તમને તાત્કાલિક ટ્રેન વિશે જાણકારી મળવાનું શરૂ થઇ જશે. આ સર્વિસની શરૂઆત Railofy એ કરી છે જેથી તમે સરળતાથી રિયલ-ટાઇમ PNR સ્ટેટસ અને ટ્રેન યાત્રા સાથે જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.