મિ.રિપોર્ટર, ૧૭મી જાન્યુઆરી, ધીરજ ઠાકોર
વિશ્વભરમાં આધુનિક યુગમાં ડગલે ને પગલે ટેક્નોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે. ટેકનોલોજીનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે, હવે કેટલાક લોકો તેનો દુરુપયોગ કરવા લાગ્યા છે. એમાય સ્પાય કેમેરાનો ઉપયોગ ખતરનાક રીતે વધ્યો છે. તાજેતરમાં મુંબઈ અને કર્નાટકમાં એવી ઘટના સામે આવી હતી કે હોસ્ટેલ અને પીજી રૂમમાં હિડન કેમેરા લગાવીને ત્યાં રહેતી યુવતીના ગુપ્ત વીડિયો બનાવવામાં આવ્યા હતા.
આ ઘટના માત્ર મુંબઈ અને કર્નાટકની જ હોસ્ટેલમાં કે પીજી રૂમમાં જ થાય છે, તેવું નથી. દેશમાં ઘણી જગ્યાઓ એવી છે કે પબ્લિક પ્લેસની જગ્યાઓ છે, જ્યાં ટીનેજર ગર્લ્સ, કોલેજિયન યુવતી કે મહિલાઓના ગુપ્ત વીડિયો તેમની જાણ બહાર બની રહ્યા છે. આવા ગુપ્ત વિડીયો સેક્સ મેનિયાક કે જેમને ગર્લ્સ, યુવતી કે મહિલાઓની શરીરના અંગો કે અંગત બાબતોને કેમેરામાં કેદ કરીને જોવાનો ખતરનાક શોખ હોય છે તેવા લોકોનું ઘૃણાસ્પદ કૃત્ય છે. જે સમ્રગ દેશમાં ચાલી રહ્યો છે. આવા સેક્સ મેનિયાક હિડન કેમેરાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરીને ગર્લ્સ, યુવતી કે મહિલાઓની અંગતપળો ને કેમેરામાં કેદ કરીને સોશીયલ મિડીયા પર અપલોડ કરે છે. ઘણા કિસ્સામાં તો આવા વીડિયોને પોર્ન સાઇટ ના માલિકોને વેચીને પૈસા કમાય છે.
તો પછી ગર્લ્સ, યુવતી કે મહિલાઓ આવા સેક્સ મેનિયાક થી કેવી રીતે બચી શકે ? આ માટે યુવતી કે મહિલાઓ ખૂબ જ સાવચેતી રાખવી પડશે. યુવતી કે મહિલા પણ ટેક્નોલોજી નો જ ઉપયોગ કરી ને પોતાનો બચાવ કરી શકશે. એટલે કે હવે તેઓ જ્યારે પણ ઘરની બહાર નીકળી ને ખરીદી કરવા માટે મોલ જાય કે પરીવાર સાથે હોટલ, રેસ્ટોરન્ટ માં જાય તો ત્યાં કોઈ હિડન કેમેરા તો લગાવ્યાં નથી ને ? જો તમને પણ આવો ડર સતાવતો હોય કે કોઈ તમારી અંતરંગ પળોને કેદ કરી લેશે અને પછી તેનો ગેરફાયદો ઉઠાવશે તો? તેની તસ્દી લીધા બાદ જ મોલના ટ્રાયલ રૂમમાં અથવા જાહેર ટોઈલેટમાં જવાનું પસંદ કરવું જોઈએ. તો તમે જાતે જ સાવધાની નહિ રાખો તો મોલના ટ્રાયલ રૂમમાં અથવા જાહેર ટોઈલેટમાં હિડન કેમેરા દ્વારા તમારી વીડિયો ક્લિપ બનાવવામાં આવી શકે છે. જો તમને પણ આવો ડર સતાવતો હોય કે કોઈ તમારી અંતરંગ પળોને કેદ કરી લેશે અને પછી તેનો ગેરફાયદો ઉઠાવશે તો?
જોકે હવે આ બાબતે તમારે થોડી નિશ્ચિંતતા રાખવાની જરુર છે કે કેમ તમારો સ્માર્ટફોન આ મામલે પણ પહેલા કરતા વધારે સ્માર્ટ થઈ ગયો છે. એવી ઘણી એપ છે જે તમને આવા હિડન કેમેરાને પકડી પાડવામાં મદદ કરે છે. ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તમે Hidden Camera Detector તેવી અનેક એપને ડાઉનલોડ કરી શકો છો. એપને ડાઉનલોડ કર્યા બાદ તેને ઓન કરતા જ તેનું મેગ્નેટિક સેંસર હોય છે, તે કામ કરવા લાગે છે. તે કોઇપણ શંકાસ્પદ ડિવાઈસ પાસે લઇ જવાથી તરત જ કહી આપશે કે તેમાં હિડન કેમેરા છે કે કેમ ? જો તે કેમેરા હશે તો ફોનમાં બીપનો અવાજ કરતું સિગ્નલ વાગવા લાગશે.
કઈ જગ્યાઓ પર હોઈ શકે છે હિડન કેમેરા ?
હિડન કેમેરા સામાન્ય રીતે દેખાય તે રીતે લગાવવામાં આવતા નથી. તેની છૂપાવવા માટેની કેટલીક જગ્યાઓ નિશ્ચિત હોય છે. જેમ કે ચેંજિંગ રૂમનો મિરર, ફ્લાવર પોટ, એર ફિલ્ટર, પુસ્તકનો સેલ્ફ, સ્મોક ડિટેક્ટર્સ, ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ, સ્ટફ્ડ ટૈડી બિયર્સ, ડીવીડી કેસ, સોફાના કુશન, ટેબલ ટોપ અને તિજોરી, દરવાજાના હોલ, રૂમની છત, બાથરમમાં ગીઝર, શેમ્પૂની બોટલ, શાવરમાં, કે પછી લાઇટની પાછળના ભાગમાં આવા કેમેરા ફીટ કરી દેવામાં આવે છે.