લંડન, મી.રિપોર્ટર, 13મી જાન્યુઆરી
આધુનિક યુગમાં ટેકનોલોજીનો ક્રેઝ વધ્યો છે. એમાય યુવાનો પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે સોશીયલ મીડીયા પર વધુ સમય વિતાવવાનું પસંદ કરે છે. સોશયલ મીડિયા પર હદથી વધારે સમય વિતાવનારા યુવાનો પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કરી રહ્યાં છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે, સોશયલ મીડિયા પર વધુ સમય વિતાવનારી ટીનેજ ગર્લ્સમાં પોતાના જેટલી જ ઉંમરના બોઇઝ ની સરખામણીમાં ડિપ્રેશન માં વધુ ગરકાવ થઇ જાય છે. એક અંદાજ મુજબ ગર્લ્સ પર બે ઘણો ખતરો રહે છે.
બ્રિટનની યુનિવર્સિટી કોલેજ લંડન (યુસીએલ)ના દ્વારા કરાયેલા સ્ટડીમાં સોશયલ મીડિયા અને ડિપ્રેશનના લક્ષણો વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે. રીચર્સ કરનારે લગભગ 11,000 યુવાનો પાસેથી મળેલા ડેટાનું વિશ્લેષણ કર્યું, જેમાં તેમને જાણવા મળ્યું કે, 14 વર્ષની ઉંમરની ગર્લ્સ સોશયલ મીડિયાનો ઘણો વધારે ઉપયોગ કરે છે. તેમાંથી દર પાંચમાંથી બે ટીનેજ ગર્લ્સ સોશયલ મીડિયાનો દર પાંચમાંથી એક છોકરાની સરખામણીમાં પ્રતિદિન ત્રણ કલાક વધારે ઉપયોગ કરે છે.
સ્ટડીના અંતે મળેલા પરિણામોની વાત કરીએ તો 10 ટકા બોઇઝના મુકાબલે માત્ર 4 ટકા ગર્લ્સ એવી જણાઈ કે જે સોશયલ મીડિયાનો ઉપયોગ નથી કરતી. સ્ટડીના પરિણામોમાં જણાયું કે, સોશયલ મીડિયાનો સામાન્ય ઉપયોગ કરનારી 12 ટકા અને વધુ ઉપયોગ કરે તેવી ગર્લ્સ કે જે દરરોજ પાંચ કે તેથી વધુ કલાક કરનારી 38 ટકા ગર્લ્સમાં ગંભીર સ્તરના ડિપ્રેશનના લક્ષણ જોવા મળ્યા. યુસીએલના એક પ્રોફેસર વોન્ને કેલીએ જણાવ્યું કે, ‘બોઇઝની સરખામણીમાં ગર્લ્સમાં સોશયલ મીડિયાના ઉપયોગ અને ડિપ્રેશનના લક્ષણો વચ્ચે સંબંધ વધુ મજબૂત જોવા મળ્યો.’ આ સ્ટડી ઈ-ક્લિનિકલ મેડિસિન મેગેઝિનમાં પ્રકાશિત થયો છે.