શું આજે રાતે 8 વાગે PM મોદી દેશને સંબોધન કરવાના છે ? શું છે સચ્ચાઈ ?

www.mrreporter.in
Spread the love

રાજનીતિ-મી.રિપોર્ટર, 24મી માર્ચ. 

દેશમાં કોરોના નો બીજો પણ ગંભીર રાઉન્ડ શરુ થયો છે.  મહારાષ્ટ્ર , રાજસ્થાન , મધ્યપ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. આવામાં સોશિયલ મીડિયા પર વા ન્યૂઝ વાઈરલ થઈ રહ્યા છે કે, આજે રાતે 8 વાગે વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરવાના છે. આજે લોકો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર વડાપ્રધાન મોદીના સંબોધનને સર્ચ કરી રહ્યા છે. ઈન્ટરનેટ પર આજે સૌથી વધારે સર્ચ કરવામાં આવતો ટોપિક છે- શું વડાપ્રધાન મોદી આજે દેશને સંબોધન કરવાના છે ?

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

 અત્રે ઉલ્લેખનીય છે કે, PM મોદી એ  ગયા વર્ષે 24 માર્ચ 2020ના રોજ દેશમાં કોરોના મહામારીને રોકવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરતાં દેશને એક સંબોધન કર્યું હતું. 

આ ન્યુઝ દરેક સોશિયલ મીડિયાના ચેટ્સ ગ્રુપમાં પણ  સર્ક્યુલેટ થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, વડાપ્રધાન મોદી એક વર્ષ પછી આજના જ દિવસે ફરી એક વાર દેશને સંબોધન કરવાના છે.  મી.રિપોર્ટર ની ટીમે પણ આ વાઇરલ થઇ રહેલા મેસેજ નો સચ્ચાઈ ચકાસી કે ફેક્ટ ચેક કર્યું તો ખબર પડી કે આ એકદમ ફેક ન્યુઝ છે. નરેન્દ્ર મોદી આજે દેશ ને સંબોધન કરવાના નથી. આ મેસેજ ને જાણી જોઈને કોઈએ વાઇરલ કર્યો છે. 

તમે આ પણ ન્યુઝ વાંચો અથવા તમારા મિત્ર ને શેર કરો : લીમડાના વપરાશથી કેન્સર કેવી રીતે રોકી શકાય? લીમડાના ઉપયોગ અંગે સદ્દગુરુ એ શું કયું, તે માટે જુઓ વિડીયો….

તો બીજીબાજુ અમે PM મોદીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ અને પીએમઓના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર પણ તપાસ કરી તો આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.