મિ.રિપોર્ટર, 15મી જૂન

જો તમારી પાસે ફાલતુ ટાઈમ છે એટલે કે રોજના દરેક કામ નીપટાવીને પણ જો તમારી પાસે ખાલી સમય બચતો હોય તો તમારા માટે કામના ન્યૂઝ છે. હવે તમે એમેઝોન ઈન્ડિયા માટે પાર્ટ ટાઈમ કામ કરી શકો છો. પાર્ટ-ટાઈમ કામમાં તમે એેમેઝોન માટે સામાન ડિલિવર કરી શકો છો અને 120 રુપિયાથી 140 રુપિયા પ્રતિ કલાકની કમાણી પણ કરી શકો છો.

દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીએ ગુરુવારે એમેઝોન ફ્લેક્સ સર્વિસ લોન્ચ કરી હતી. જે હેઠળ, કોલેજના વિદ્યાર્થીઓ, ફૂડ ડિલિવર એક્ઝિક્યૂટિવ્સ, સર્વિસ સેક્ટર સ્ટાફ અથવા સિક્યોરિટી ગાર્ડ્સ સાઈન અપ કરીને કંપની માટે સામાન ડિલિવર કરી શકે છે. ભારત દુનિયાનો સાતમો દેશ છે. જ્યાં એમેઝોને આ પ્રકારના પ્રોગ્રામની શરુઆત કરી છે. આમ કરવાથી એમેઝોનના ડિલિવરી નેટવર્કમાં પણ સુધારો થશે. દર કલાકે આપવામાં આવતી રકમમાં ફ્યૂઅલ જેવી ઓપરેટિંગ કોસ્ટનો પણ સમાવેશ થાય છે.

દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં સૌથી પહેલા એમેઝોન ફ્લેક્સની શરુઆત કરવામાં આવી છે. એમેઝોન આ સેવાને દેશના ટોપ 7 શહેરોમાં ચલાવશે. અમેરિકામાં ફ્લેક્સની શરુઆત 2015માં થઈ હતી. હાલ આ સુવિધા સ્પેન, જાપાન, સિંગાપુર, જર્મની અને બ્રિટનમાં ઉપલબ્ધ છે.

એમેઝોને આશરે 1000 પાર્ટનર્સ સાથે આ શહેરોમાં ફ્લેક્સની પાયલટ સેવા શરુ કરી હતી. એમેઝોને ફ્લેક્સ એપ ડાઉનલોડને અહીં એક્ટિવેટ કરી છે. એપ પર જઈને કોઈપણ વ્યક્તિ એપ્લાઈ કરી શકે છે અને વેરિફિકેશન તેમજ બેકગ્રાઉન્ડ ચેક થયા પછી તમે બાઈક પર એમેઝોન માટે ડિલિવરી શરુ કરી શકો છો. આ ડિલિવરી એક્ઝિક્યૂટીવ્સને એવા પ્રોડક્ટ્સ જ આપવામાં આવશે જેને ટૂ-વ્હીલર પર લઈ જઈ શકાય. એમેઝોન આવા પાર્ટનર્સ માટે ઈન-એપ વિડીયો પણ રીલિઝ કર્યા છે. આ વિડીયોથી કામ સમજવા માટે મલ્ટીપલ ટેસ્ટ આપવામાં આવશે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: