IPL2020 : વિરાટ અને અનુષ્કાનો પૂલમાં રોમાન્સ, એબી ડિવિલિયર્સે ક્લિક કરી અદભૂત તસવીર, તમારો પ્રતિભાવ ?

www.mrreporter.in
Spread the love

મુંબઈ- મી.રિપોર્ટર, 20મી ઓક્ટોબર. 

કોરોનના કહેર વચ્ચે અબુ ધાબીમાં IPL 2020 ચાલી રહી છે.  ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ટીમનો કેપ્ટન છે. તેની સાથે તેની પ્રેગ્નન્ટ પત્ની અનુષ્કા શર્મા પણ છે. મેચ દરમિયાન વિરાટ માટે ચીયર કરતી અનુષ્કાની ઘણી તસવીરો સામે આવતી રહે છે. પરંતુ. આ વખતે વિરાટ અને અનુષ્કાની એક ખૂબ જ સુંદર તસવીર સામે આવી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આ તસવીરમાં કોહલી અને અનુષ્કા એક પૂલમાં નજર આવી રહ્યા છે. તેના પાછળના બેકગ્રાઉન્ડમં ઘણી જ સુંદર બિલ્ડિંગ દેખાઈ રહી છે. આ તસવીરની ખાસ વાત એ છે કે, તેને ક્લિક કરી છે સાઉથ આફ્રિકાના ક્રિકેટર અને આઈપીએલમાં આરસીબી તરફથી રમી રહેલા એબી ડિવિલિયર્સે. વિરાટ કોહલીએ આ તસવીરને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કોહલીએ આ તસવીર શેર કરતા લખ્યું કે, આ તસવીર એબી ડિવિલિયર્સ ક્લિક કરી છે.
અત્રે ઉલ્લેખની છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા અવાર-નવાર એકબીજા પ્રત્યે  પ્રેમ અને બોન્ડિંગ દર્શાવતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. તાજેતરમાં જ અનુષ્કાની પ્રેગ્નેન્સીના સમાચાર બહાર આવ્યા પછી અનુષ્કાના બર્થ-ડે સેલિબ્રેશનની તસવીર તેમણે શેર કરી હતી. આ ઉપરાંત અનુષ્કાએ પોતાના બેબી બંપ સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેના પર પણ વિરાટે ઘણી ક્યુટ કોમેન્ટ કરી હતી, જે તેમના ફેન્સને ઘણી પસંદ આવી હતી.
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.