JIO ની નવા વર્ષની ગિફ્ટ : પહેલી જાન્યુઆરી 2021થી ડોમેસ્ટિક વોઇસ કોલ્સ તદ્દન ફ્રી

www.mrreporter.in
Spread the love

ડોમેસ્ટિક વોઇસ કોલ્સ માટેની IUC પ્રથાનો અંત આવ્યો

મુંબઈ- મી.રિપોર્ટર, 31મી ડિસેમ્બર. 

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (“ટ્રાઇ”)ની સૂચના મુજબ, દેશમાં 1લી જાન્યુઆરી 2021થી બિલ અને કીપ પ્રથા લાગુ કરવામાં આવી રહી છે, જેથી તમામ ઘરેલુ વોઇસ કોલ્સ માટે ઇન્ટરકનેક્ટ યુઝર્સ ચાર્જ (આઈયુસી) સમાપ્ત  થઇ જશે. ઓફ-નેટ ડોમેસ્ટિક વોઇસ કોલ ચાર્જને શૂન્ય કરવાની પ્રતિબદ્ધતાને માન આપતા, આઈયુસી ચાર્જ રદ થતાંની સાથે જિયો ફરી 1 જાન્યુઆરી 2021થી, બધા ઓફ-નેટ ડોમેસ્ટિક વોઇસ કોલ્સને મફત બનાવશે. ઓન-નેટ ડોમેસ્ટિક વોઇસ કોલ્સ હંમેશા જિયો નેટવર્ક પર ફ્રી રહે છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સપ્ટેમ્બર 2019ના સંદર્ભમાં, જ્યારે ટ્રાઇ દ્વારા બિલ એન્ડ કીપ પ્રથાના અમલીકરણ માટે 1 જાન્યુઆરી 2020ની સમયમર્યાદા વધારવામાં આવી ત્યારે, જિયોને તેના ગ્રાહકો પાસેથી ઓફ-નેટ વોઇસ કોલ્સ માટે આઈયુસી ચાર્જને સમકક્ષ ચાર્જ લાગુ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. આમ કરતી વખતે, જિયોએ તેના વપરાશકર્તાઓને ખાતરી આપી હતી કે, આ ચાર્જ ફક્ત ત્યાં સુધી જ ચાલુ રહેશે જ્યાં સુધી ટ્રાઇ દ્વારા આઈયુસી ચાર્જ નાબૂદ કરવામાં આવે. આજે, જિયોએ તે વચન નિભાવ્યું છે અને ફરીથી ઓફ-નેટ વોઇસ કોલ્સને ફ્રી કર્યા છે.

જિયો ભારતના દરેક સામાન્ય નાગરિકને VOLTE જેવી અદ્યતન ટેક્નોલોજીનો લાભ પહોંચાડવાની પ્રતિબદ્ધતા પર અડગ છે. Jio એ એક ગ્રાહક-કેન્દ્રિત સંસ્થા છે અને તેના દરેક સિંગલ યુઝરની સંભાળ રાખે છે. અમારા તમામ યુઝર્સ જિયો સાથે ફ્રી વોઇસ કોલ્સનો આનંદ માણે છે.

જિયો ‘ડિજિટલ સોસાયટી’નો પાયો નાખવા કટિબદ્ધ છે – એક સોસાયટી જ્યાં બધું, દરેક લોકો, દરેક જગ્યા, વૈશ્વિક સ્તરે સૌથી નીચા ભાવે, શ્રેષ્ઠ ગુણવત્તાની સેવા સાથે જોડાયેલ હોય, અને તેમાં ખૂબ જ અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ્સની સુવિધાઓ છે. તકનીકી નવીનીકરણ દ્વારા, જિયો તેના ગ્રાહકો માટે ક્રાંતિકારી ઉત્પાદનો અને સેવાઓ પહોંચાડવાનું ચાલુ રાખશે, જેમાં ગ્રાહક-પ્રથમ અભિગમ છે.