હેલ્થ-રીસર્ચ, મિ.રિપોર્ટર, ૨૦મી જુન. 

દેશમાં જ નહિ પણ વિશ્વમાં ઈન્ટરનેટ ક્રાંતિના લીધે દુનિયા હાથ વેગી બની ગઈ છે. એમાય મોબાઇલ ઈન્ટરનેટના યુગમાં હવે એક જ કિલક પર વસ્તુઓ ઘરે બેઠા જ મંગાવી શકાય છે. જોકે ઈન્ટરનેટના સારા ફાયદો કરતા તેના દુષણો પણ હવે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યા છે. જેનો નાના બાળકો થી લઈને યુવાન યુગલો પણ ભોગ બની રહ્યા છે.  આજે વિશ્વભરના લોકો માની રહ્યા છે કે, ઈન્ટરનેટને કારણે પોર્ન ફિલ્મો આંગળીના ટેરવા પર જ પહોંચી ગઈ છે. યુવાનો સહીત લોકો સેક્સમાં વધારે રસ લઈ રહ્યા છે, પરંતુ હકીકત તેનાથી અલગ છે. તાજેતરમાં જ થયેલા એક રીસર્ચ મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં સેક્સ પ્રત્યે લોકોનો રસ ઘટી ગયો છે જેના જવાબદાર કારણોમાં ઈન્ટરનેટ અને મોર્ડલ લાઈફસ્ટાઈલને ગણવામાં આવે છે.

બ્રિટનમાં થોડા મહિના પહેલા કરાયેલા એક સ્ટડીમાં સામે આવ્યું કે બ્રિટનના અડધાથી વધુ લોકો અઠવાડિયામાં એક કે તેથી ઓછી વખત સેક્સ કરી રહ્યા છે અને આ રેટ દિવસેને દિવસે ઘટી રહ્યો છે. લંડન સ્કૂલ ઓફ હાઈઝીન એન્ડ ટ્રોપિકલ મેડીસિનના રીસર્ચરોએ જણાવ્યા અનુસાર 25થી વધુ ઉંમરના લોકો જે પરણિત છે અથવા લિવ-ઈનમાં રહે છે તેમનામાં આ સમસ્યા વધારે જોવા મળી રહી છે.

બ્રિટનમાં કરાયેલા  સ્ટડીમાં આશરે  34 હજાર પુરૂષો અને સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં તેમની ઉંમર 16 વર્ષથી 44 વર્ષ વચ્ચે હતી. સ્ટડીના ડેટામાં વર્ષ 2001થી 2012 વચ્ચે સેકસ્યુઅલ એક્ટિવિટીમાં આવેલી એવરેજના ઘટાડાને રજૂ કરવામાં આવી. જેમાં સૌથી વધારે અસર 25થી વધુ ઉંમરના લોકોમાં જોવા મળી. સ્ટડીમાં 41 ટકા પુરૂષો અને સ્ત્રીઓએ અઠવાડિયામાં  એક અથવા તેનાથી પણ ઓછી વખત સેક્સ કર્યું હતું.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: