મિ.રિપોર્ટર, ૨૨મી જાન્યુઆરી.
એમ.એસ.યુનિવર્સિટીમાં આજે યોજાયેલી બેઠકમાં સેનેટ ના પ્રશ્નોની બુક અને તેના આન્સરની બુકલેટ આપવા તેમજ ૧૦ મીનીટમાં એજન્ડાની આઈટમ પાસ કરી દેવાના મુદ્દે દ્દે સંકલન સમિતિ, સંઘ તેમજ કોંગ્રેસના સેનેટ સભ્યોએ યુનિ.ના વીસી અને રજીસ્ટારને આડે હાથ લઇ ભારે હોબાળો મચાવ્યો હતો. તો દરમિયાનમાં યુનિવર્સીટીના જીએસ વ્રજ પટેલ અને વીપી સલોની મિશ્રા એ પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ આપવાના મુદ્દે યુનિવર્સીટીના વીસી પ્રો.પરિમલ વ્યાસનો ઘેરાવ કરીને યુનિવર્સીટીના સત્તાધીશોનો હુરિયો બોલાવીને ભારે વિરોધ નોધાવ્યો હતો.
યુનિમાં આજે સેનેટની બેઠક શરુ થતા જ સંકલન સમિતિ અને સંઘ સાથે સંકળાયેલા સેનેટ સભ્યો તેમજ કોંગ્રેસના સેનેટ સભ્યોએ સેનેટના મંચ પર બુલેટ આપો અને સીડી ઓપન થતી નથી એમ કહીને હોબાળો શરુ કરીને તેમનો ખુલાશો માંગ્યો હતો. જોકે સતાધીશો સાથે સંકળાયેલા પ્રોફેસર અને સેનેટ સભ્યોએ વળતો વિરોધ કરતા બંને પક્ષે તું..તું..મેં..મેં…સાથે શાબ્દિક તડાફડી થતા મામલો ગરમાયો હતો. એવામાં સંકલન સમિતિના સેનેટ સભ્ય હસમુખ વાઘેલા અને સતાધારી પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો બીચકયો હતો. જોકે બંન્ને પક્ષોના સભ્યોએ વચ્ચે પડીને મામલો શાંત પડ્યો હતો. આ ઘટના વચ્ચે જ યુનિ. જીએસ વ્રજ પટેલે વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે શોરગુલ ચાલુ હોઈ અવાજ આવતો નહિ હોઈ વ્રજે ગુસ્સે થઈને પાણી બોટલ ફ્લોર પર પછાડી હતી.
દરમિયાનમાં વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસે કોઇ પણ જાતની ચર્ચા વિના 10 મનિટમાં 14 એજન્ડા મંજૂર કરી દીધા હતા અને માત્ર એક કલાકમાં જ સેનેટની બેઠક પૂરી કરી દીધી હતી. વાઇસ ચાન્સેલરે સેનેટ સભ્યોને ચર્ચા ન કરવા દેતા અને સૂચનો ન લેતા સેનેટ સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટના સામે બીજી બાજુ સંકલન સમિતિના સભ્યો ફ્લોર ઉપર બેસીને યુનિ.ના વીસી ની તાનાશાહી નો વિરોધ કરી આગામી દિવસોમાં રાજ્યપાલ સમક્ષ વાત કરવાનો નિર્ણય કર્યો હતો.
તો બીજીબાજુ કોંગ્રેસના સેનેટ મેમ્બર નરેદ્ર રાવત અને કપિલ જોશી તેમજ MLA જસપાલ પઢીયાર દ્વારા બુલંદ વિરોધ કરીને વીસીની કાર્યવાહીને ફાસીવાદી સમાન ગણાવી હતી. તમામે યુનિવર્સીટીના સતાધીશોએ જે રીતે સરમુખત્યાર સહી આપનાવી છે તે લોકશાહી નું ખૂન છે અને તાકીદે ફરીથી સેનેટે બોલવાની માંગ કરી છે.
આઘાતજનક બાબત તો એ હતી કે, એજન્ડાની આઈટમો પાસ કર્યાં પછી રાષ્ટ્રગીત નું પણ હળહળતું અપમાન કરાયું હતું. મૃત સભ્યોને શ્રધ્ધાઅંજલી આપવાનું પ્રારંભે ચુકાઈ ગયું હતું. જયારે યાદ આપવામાં આવ્યું કે લો ફેકલટી ના ભૂતપૂર્વ ડીન શ્રી એચ સી ધોળકિયા સાહેબને શ્રધ્ધાઅંજલી આપવી જોઈએ ત્યારે સતાધીસો ને યાદ આવ્યું હતું.