એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઈન્સ્ટાગ્રામ ક્રેશ થયું, યુઝર્સે Twitter પર ફરિયાદો ખડકી દીધી

www.mrreporter.in
Spread the love

અમેરિકા- મી.રિપોર્ટર, 18મી ડિસેમ્બર.

તાજેતરમાં જ વિશ્વમાં  ગૂગલની સર્વિસિસ ઠપ થઈ હતી. હવે તેની હરોળમાં ફેસબુકની માલિકીની એપ્સ ઈન્સ્ટાગ્રામનો વારો આવ્યો છે. ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ કેટલાક એન્ડ્રોઈડ યુઝર્સ માટે ક્રેશ  થયું છે. ટેક્નિકલ ગ્લિચને કારણે થોડી સેકન્ડ્સ એપનો ઉપયોગ કર્યા પછી ઓટોમેટિકલી એપ ક્રેશ થઈ રહી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

એપની સર્વિસિસમાં ટેક્નિકલ ખામી સર્જાતા યુઝર્સ Twitter પર ફરિયાદો કરી રહ્યા છે. ટ્વિટર પર #Instagramdown, #Instagram down, #InstagramCrashing અને #Instagram Crashing ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. ઓનલાઈન આઉટેજ ટ્રેકર ડાઉનડિટેક્ટર પર પણ હાલ આ ખામી લાઈવ જોવા મળી રહી છે. ડાઉનડિટેક્ટરના ડેટા પ્રમાણે, ઈન્સ્ટાગ્રામમાં ખામી હોવાની ફરિયાદોનો ટ્રાફિક સાંજે 4 વાગ્યાથી વધી રહ્યો છે. યુઝર્સે 70% ફરિયાદ ન્યૂઝફીડ, 22% લોગ ઈન અને 6% વેબસાઈટની કરી છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.