આતંકવાદના મોરચે ભારતને મોટી સફળતા, સંયુક્ત રાષ્ટ્રએ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો…વાંચો કેમ ?

Spread the love

નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૧લી મે

દેશમાં લોકસભાની ચુંટણીનો માહોલ છવાયેલો છે. ખુદ વર્તમાન  NDA સરકારના વડાપ્રધાન અને  ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતાની દરેક સભામાં આતંકવાદ સંદર્ભે પોતાનું વક્તવ્ય આપીને સભાને ગજવે છે. તો તેમના વિરોધીઓ રાષ્ટ્રવાદ અને આતંકવાદ ના મુદ્દે  ચુંટણી લડવા સામે અનેક વખત નરેન્દ્ર મોદીનો ભારે વિરોધ કરી ચુક્યા છે. જોકે આજે સંયુક્ત રાષ્ટ્ર તરફથી આવેલા સમાચારે દેશમાં મહોત્સવનો માહોલ સર્જ્યો છે. તો વિરોધીઓની બોલતી બંધ થઇ ગઈ છે. 

 આતંકવાદના મોરચે ભારતને મોટી સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને આંતરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી દીધો છે. UNમા ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને તેની પુષ્ટિ કરતા કહ્યું કે, આ નિર્ણયમાં નાના, મોટા બધા સાથે આવ્યા અને મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ યાદીમાં આતંકવાદી જાહેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે, મસૂદના આતકંવાદી સંગઠને જ પુલવામા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી.

Big,small, all join together.

Masood Azhar designated as a terrorist in @UN Sanctions list

Grateful to all for their support. 🙏🏽#Zerotolerance4Terrorism

— Syed Akbaruddin (@AkbaruddinIndia) May 1, 2019

અત્રે ઉલ્લેખનીય છે કે,  પાકિસ્તાનના મિત્ર દેશ ચીન વારંવાર ભારતના પ્રયાસોમાં અડચણ ઊભી કરી રહ્યું હતું.  થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. એવામાં ચીનનું આ વલણ પાકિસ્તાન માટે મોટો ઝટકો છે.  અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના જૈશના ચીફ અઝહર પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવ પર ચીને માર્ચમાં વીટો લગાવી દીધો હતો. ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી પાકિસ્તાનથી સંચાલિત આતંકવાદી સંગઠન જૈશએ જ લીધી હતી.