ઇન્ડિયન ટીમ નો સ્ટાર બોલર બુમરાહ લગ્નના બંધનમાં બંધાયો, સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે કર્યા લગ્ન

www.mrreporter.in
Spread the love

સ્પોર્ટ્સ -મી.રિપોર્ટર, 15મી માર્ચ .

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. બુમરાહે સોમવારે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે. બુમરાહે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ અગાઉ અંગત કારણોસર અંતિમ ટેસ્ટ અને પાંચ ટી 20 મેચની સિરીઝ સામે BCCI સમક્ષ  બ્રેક  માંગ્યો હતો. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

બુમરાહે બ્રેક માંગ્યો ત્યારથી ચર્ચા ચાલી રહી હતી કે બુમરાહ લગ્ન કરવા માટે બ્રેક લઈ રહ્યો છે. અંતે બુમરાહે સોમવારે પોતાના twitter એકાઉન્ટ પર સત્તાવાર રીતે પોતાના લગ્નના સમચાર આપી દીધા છે.

This slideshow requires JavaScript.

બુમરાહે પોતાના લગ્નની એક તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને લખ્યું છે કે, અમે નવી જર્નીની શરૂઆત કરી છે. આજે અમારા જીવનનો સૌથી આનંદદાયક દિવસ છે. અમાર લગ્નના સમાચાર તમારી સાથે શેર કરતી વખતે અમને ઘણો આનંદ થઈ રહ્યો છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.