વડોદરા, મિ.રિપોર્ટર, ૧૦મી ફેબ્રુઆરી.
શહેરના વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં યુરોપિયન સંસ્કૃતિ સાથે હ્યુમીનીટીસના ક્ષેત્રમાં જ્ઞાન આપવા અને પ્રાયોગિક શિક્ષણ મેળવવાના હેતુથી ઇન્ડિયન સમર સ્કુલ ૨૦૧૯નો પ્રારંભ થયો છે.
ઇન્ડિયન સમર સ્કુલમાં વિદ્યાર્થીઓને સોશિયલ વર્ક કમ્પ્યુટર સાયન્સ સહિતના અનેક અભ્યાસક્રમ ભારતીય સંસ્કૃતિની સાથે શીખવાડવામાં આવશે. ઇન્ડિયન સમર સ્કુલમાં યુરોપની ચાર યુનિવર્સિટી અને આઠ ફેકલ્ટીના 18 વિદ્યાર્થીઓ ભાગ લેશે. 12 વિદ્યાર્થીઓના સ્વિસ ભાગીદાર બર્ન યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સના છે. જ્યારે બે વિદ્યાર્થીઓ એચ.ઈ.એસ એટલે કે સો ફ્રીબોર્જ યુનિવર્સિટી સ્વિઝરલેન્ડના છે, જે રૂરલ ડેવલોપમેન્ટ, કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી અને ઇન્ટ્રોડક્શન ટુ એનજીઓ વિષય માટે અભ્યાસ અર્થે આવશે.
ચાર સપ્તાહ ચાલનારા ઇન્ડિયન સમર સ્કૂલ પ્રોગ્રામ અંગે પત્રકાર પરિષદ માં પારુલ યુનિવર્સિટી ના પ્રમુખ દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલા એક્સેલ પ્રોગ્રામ માં સતત વધારો થઈ રહ્યો છે. જે પારુલ યુનિવર્સિટી અને ભાગીદાર યુનિવર્સિટીના સંબંધોને મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવશે. તેની સાથે અમારા વિદ્યાર્થીઓને વૈશ્વિક તકો મળવા સાથે તેમને ક્લાસરૂમમાં જ આંતરરાષ્ટ્રીય અનુભવ પણ મળશે.