Indian Idol 12: સૌથી પોપ્યુલર કન્ટેસ્ટન્ટ પવનદીપને થયો કોરોના, હવે વિડીયો કૉલથી આપશે પર્ફોર્મન્સ

www.mrreporter.in
Spread the love

બોલીવુડ- મી.રિપોર્ટર, ૮ મી એપ્રિલ. 

દેશમાં કોરોના નો વિસ્ફોટ થયો છે. જેમાં હવે ઈન્ડિયન આઈડલ 12ના કન્ટેસ્ટન્ટ પવનદીપ રાજન પણ કોરોના સંક્રમિત થયો છે. હાલ પવનદીપ હોટલના રૂમમાં આઈસોલેટ થયો છે. શોના બાકીના કન્ટેસ્ટન્ટનો પણ ટેસ્ટ કરાવાયો છે. “કોઈપણ કન્ટેસ્ટન્ટમાં લક્ષણો નથી દેખાતાં પરંતુ તકેદારીના ભાગરૂપે તેમનો ટેસ્ટ કરાવાયો છે.  

અત્રે ઉલ્લખેનીય છે કે, ઈન્ડિયન આઈડલ 12ના હોસ્ટ આદિત્ય નારાયણ કોરોનાગ્રસ્ત બન્યો હોઈ તે શો થી બહાર થઇ ગયો છે.  હાલ આદિત્યના બદલે એક્ટર-હોસ્ટ રિત્વિક ધનજાની ‘ઈન્ડિયન આઈડલ 12’ને હોસ્ટ કરી રહ્યો છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- ૩ માં જોડાવા માટેની લીંક : https://chat.whatsapp.com/LQOdPzehxADEqaDY3Xl2GQ

‘ઈન્ડિયન આઈડલ 12’ના સૌથી પોપ્યુલર કન્ટેસ્ટન્ટ પવનદીપ રાજનમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળતાં તકેદારીના ભાગરૂપે તે ક્વોરન્ટીન થયો હતો. હવે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અઠવાડિયે પવનદીપે શો માટે શૂટિંગ નહોતું કર્યું. આ અઠવાડિયું જાણીતા સંગીતકાર કલ્યાણજી-આણંદજીને સમર્પિત છે. ત્યારે પવનદીપે વિડીયો કૉલ દ્વારા પર્ફોર્મન્સ આપ્યું હતું. હાલ પવનદીપ હોટલના રૂમમાં ક્વોરન્ટીન થયો છે.