ભારતનો અલ્ટ્રા-ડીપવોટર ગેસ પ્રોજેક્ટનો પ્રારંભ : રિલાયન્સ અને BP ને પ્રથમ વખત ગેસ મળવાની જાહેરાત

www.mrreporter.in
Spread the love

ત્રણ પ્રોજેક્ટ ભારતની ગેસની કુલ માગના 15 ટકાની આપૂર્તિ કરશે અને સ્થાનિક ઉત્પાદનના 25 ટકા ઉત્પાદન કરશે

મુંબઈ- મી.રિપોર્ટર, 18મી ડિસેમ્બર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને બીપી (bp) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે ભારતના પૂર્વીય દરિયાકાંઠે આવેલા KG D6 બ્લોકમાં અલ્ટ્રા-ડીપ વોટરમાં આવેલા આર ક્લસ્ટરમાંથી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.

આર.આઇ.એલ. અને બી.પી. KGD6માં બ્લોકમાં ત્રણ ડીપવોટર ગેસ પ્રોજેક્ટ – આર ક્લસ્ટર, સેટેલાઇટ્સ ક્લસ્ટર અને એમજે – વિકસિત કરી રહ્યું છે, જે વર્ષ 2023 સુધીમાં ભારતની ગેસની કુલ માગમાંથી 15 ટકાની આપૂર્તિ કરે તેવી ધારણા છે. આ ત્રણેય પ્રોજેક્ટ KG D6 બ્લોકમાં આવેલી પ્રવર્તમાન માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરશે. KG D6માં 66.67 ટકાના હિસ્સા સાથે આર.આઇ.એલ. મુખ્ય ઓપરેટર છે અને બી.પી. 33.33 ટકાનો હિસ્સો ધરાવે છે.

www.mrreporter.in

ત્રણેય પ્રોજેક્ટમાંથી આર ક્લસ્ટર ઉત્પાદનની મુખ્ય ધારામાં આવનારું પહેલું ક્લસ્ટર છે. કાકીનાડા દરિયાકાંઠા નજીક હાલ અસ્તિત્વ ધરાવતા KG D6 કંટ્રોલ એન્ડ રાઇઝર પ્લેટફોર્મ (CRP)થી આ ફિલ્ડ 60 કિલોમીટર દૂર આવેલું છે અને દરિયાની સપાટીની અંદર પાઇપલાઇન દ્વારા CRP સાથે સબસી પ્રોડક્શન સિસ્ટમ જોડાયેલી છે. એશિયાનું આ સૌથી ઊંડું ઓફશોર ગેસ ફિલ્ડ સમુદ્રની જળસપાટીથી 2000 મીટર ઊંડાણમાં આવેલું છે. વર્ષ 2021માં આ ફિલ્ડમાંથી ગેસનું ઉત્પાદન 12.9 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર્સ પ્રતિ દિવસ (mmscmd) થવાની ધારણા છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “બી.પી. સાથેની ભાગીદારીનું અમને ગૌરવ છે, જેમાં સૌથી પડકારજનક ભૌગોલિક અને હવામાનની પરિસ્થિતિઓ વચ્ચે પણ ઝડપથી ગેસ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની અમારી કુશળતાનો સમાવેશ થાય છે. ભારતના ઊર્જા ક્ષેત્રમાં ક્લિનર અને ગ્રીનર ગેસ આધારિત અર્થતંત્ર માટે આ એક સીમાચિન્હ છે. ક્રિષ્ના ગોદાવરી બેઝિનમાં દરિયાના ઊંડાણમાં આવેલા અમારી માળખાગત સુવિધાઓ થકી અમે ગેસના ઉત્પાદનની અને દેશની સ્વચ્છ ઊર્જાની જરૂરિયાતને પૂરી કરવાની અપેક્ષા રાખીએ છીએ.”

બી.પી.ના ચીફ એક્ઝિક્યુટિવ બર્નાર્ડ લૂનીએ કહ્યું હતું કે, “આ સ્ટાર્ટ-અપ રિલાયન્સ સાથેની અમારી સહભાગિતાનું વધુ એક ઉદાહરણ છે, જેમાં ભારતની ઝડપથી વધતી ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા બંને કંપનીઓ પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે ભારતની સ્વચ્છ ગેસ ઉત્પાદન ક્ષમતા વધી રહી છે અને KG D6ના ત્રણેય પ્રોજેક્ટ્સ દેશની ભવિષ્યની ઊર્જા જરૂરિયાતોને બહેતર બનાવવામાં અને નવો આયામ આપવામાં મહત્વના પુરવાર થશે.”

સેટેલાઇટ ક્લસ્ટર આગામી પ્રોજેક્ટ છે જે વર્ષ 2021માં ઓનસ્ટ્રીમ થશે અને એ પછી વર્ષ 2022માં એમ.જે. ક્લસ્ટરનો ક્રમ આવશે.

ત્રણેય ફિલ્ડમાંથી ગેસ ઉત્પાદનની મહત્તમ ક્ષમતા વર્ષ 2023 સુધીમાં 30 mmscmd (1bcf/d) હાંસલ થવાની અપેક્ષા છે જે ભારતની સ્થાનિક ગેસ ઉત્પાદન ક્ષમતાના 25 ટકા જેટલી હશે અને તે દેશની આયાતી ગેસ પર આધાર રાખવાની જરૂરિયાત ઘટાડશે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.