रोज रोज पूछता ही नहीं भारत! कभी-कभी ठोकता भी है भारत….કેમ R.Bharat ના રિપોર્ટર ને અન્ય પત્રકારોએ માર્યો ?

www.mrreporter.in

મનોરંજન- મી.રિપોર્ટર, ૨૪મી સપ્ટેમ્બર. 

સુશાંત સિંહ રાજપુતના મોતની તપાસમાં ડ્રગ્સ ચેટ બહાર આવતા જ NCB એ તેની પ્રેમિકા રિહા ચક્રવર્તી સહીત 6 જણાની ઘરપકડ કરીને ડ્રગ્સ રેકેટની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.  જેમાં બોલીવુડના દિગ્ગજ કલાકારોનું નામ બહાર આવતા જ બોલીવુડમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એમાય ડ્રગ્સ રેકેટમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન સહિત 6 અભિનેત્રીને NCB એ નોટીસ પાઠવીને પુછપરછ માટે બોલાવતા જ બોલીવુડ હવે ડ્રગવુડ તરીકે પંકાઈ ગયું છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

બોલીવુડ અભિનેત્રી ની NCB ગેસ્ટ હાઉસ ખાતે શરુ થયેલી પુછપરછ અને તેને સંલગ્ન માહિતીનું રિપોર્ટીંગ કરવા અને breaking પહેલા આપવા માટે દરેક ન્યુઝ ચેનલમાં હોડ લાગી છે. ન્યુઝ પહેલા આપવાની હોડમાં R. Bharat  ન્યુઝ ચેનલના રિપોર્ટર પ્રદીપ ભંડારી ને અન્ય ન્યુઝ ચેનલ ના પત્રકાર સાથે બોલાચાલી થઇ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જ અન્ય ન્યુઝ ચેનલના રિપોર્ટરોએ R. Bharat  ન્યુઝ ચેનલના રિપોર્ટર પ્રદીપ ભંડારી સાથે ધક્કામુક્કી કરીને માર માર્યો હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. જુઓ…વિડીયો….

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.