ઇન્કમ ટેક્સ વિભાગનો સૌથી મોટો નિર્ણય, 14 લાખ લોકોને થશે ફાયદો…વાંચો કેવી રીતે ?

Spread the love

નવી દિલ્હી – મિ.રિપોર્ટર, ૮મી એપ્રિલ. 

દેશમાં કોરોના વાઈરસના આતંકને  રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનના કારણે આર્થિક તંગીનો સામનો કરી રહેલા દેશવાસીઓ અને વેપારીઓને રાહત આપવા માટે સરકારે  મહત્વનો નિર્ણય લીધો છે.  જેમાં કેન્દ્ર સરકાર  તમામ વેપારી સંસ્થાનો અને વ્યક્તિઓને 5 લાખ રૂપિયા સુધીના તમામ ટેક્સ રિફંડ તાત્કાલિક રીતે આપવાનો નિર્ણય કર્યો છે.  સરકારના આ નિર્ણય થી 14 લાખ કરદાતાઓને ફાયદો થશે.

mr.reporter news

સરકારના નિર્ણય બાદ નાણા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જીએસટી અને કસ્ટમ વિભાગમાં બાકી રહેલા તમામ રિફંડ પણ જારી કરવામાં આવશે. તેનાથી નાના ઉદ્યોગો સહિત અંદાજીત એક લાખ વેપારી સંસ્થાનોને ફાયદો થશે. પાંચ લાખ રૂપિયા સુધીના બાકી રિફંડ જારી કરવાના નિર્ણયથી 14 લાખ કરદાતાઓને તાત્કાલિક ફાયદો થશે. તાત્કાલિક રિફંડ આપવાની પ્રક્રિયામાં અંદાજીત 18,000 કરોડ રૂપિયા કરદાતાઓને રિફંડ કરવામાં આવશે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.