Spread the love
મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી નવેમ્બર.
વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલી એમ.સી.આઇ. સ્કૂલ ખાતે એકદંત રંગોળી કલાકાર ગ્રૂપ દ્વારા સોમવારના રોજ વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ કરીને 11 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 5 કલાકમાં 30 કલાકારોએ એક સાથે મળીને 650 કિલો કલરની મદદથી 5000 હજાર સ્કેવર ફૂટ મોટી સુંદર રંગોળીનું નિર્માણ કર્યું હતું. જેને પાંચ માળ ઉપરથી ફોટો પાડતાં જાણે કે જમીન પર કોઇએ સુંદર જાજમ બિછાવી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.