કોરોનાની વેક્સીન કયા હાથમાં લેવી જોઈએ ? કોરોના ની વેક્સીન લેવા અંગે જાણો, ડૉક્ટર્સની સલાહ

www.mrreporter.in
Spread the love

હેલ્થ- મી.રિપોર્ટર, 11મી ફેબ્રુઆરી. 

કોરોનાની રસી તૈયાર થયા બાદ હાલ દેશમાં  મેડિકલ સ્ટાફ તેમજ ફ્રંટ લાઈન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. આગામી થોડા જ મહિનામાં સામાન્ય લોકોને પણ વેક્સિન આપવાનું શરુ થશે.

જોકે કોરોના વેક્સિન આપવાનું શરુ થાય તે પહેલા જ અનેક લોકોને પ્રશ્ન થઇ રહ્યો છે કે,  વેક્સિન ક્યાં હાથમાં લેવી જોઈએ ? આ અંગે અનેક લોકોને મુંઝવણ સતાવી રહી છે. જો તમે પણ આ મુંઝવણ અનુભવતા હોવ તો અમે તે દૂર કરીશું. સામાન્ય રીતે અન્ય વેક્સિન જેવી જ કોરોના વેક્સિન હોય છે. કોરોના વેક્સિન ના બે ડોઝ લેવાના હોય છે. જે હાથના ઉપરના ભાગમાં આપવામાં આવે છે અને બે ડોઝ વચ્ચેનો સમયગાળો 30 દિવસનો હોય છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સામાન્ય વેક્સિનની જેમ જ ગમે તે હાથ પર આ રસીને પણ લઈ શકો છો. વેક્સિન કોઈ ચોક્કસ હાથ પર જ લેવી તેવું જરુરી નથી. તમે તમારી ઈચ્છા અનુસાર અન્ય કોઈ રસીની માફક જ ગમે તે હાથ પર આ રસીને પણ લઈ શકો છો. ડોક્ટર તમને તે અંગે સલાહ આપી શકે છે, પરંતુ આખરી નિર્ણય તો તમારે જ કરવાનો રહે છે. જોકે, તેમાં એક વાત ધ્યાનમાં રાખવી જરુરી છે. સામાન્ય રીતે વેક્સિન લીધાના એકાદ-બે દિવસ સુધી જ્યાં શોટ લીધો હોય ત્યાં દુ:ખાવો રહેતો હોય છે.

એટલે સામાન્ય સંજોગોમાં તબીબોના મત પ્રમાણે તમે જે હાથથી રોજબરોજના કામ કરતા હો તે હાથ પર વેક્સિન ના લો તો સારું રહે છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો જમણા હાથથી વધુ કામ કરતા હોય છે, તેવામાં જે લોકો રાઈટી છે  તેમણે ડાબા હાથ પર અને જે લોકો લેફ્ટિ  છે તેમને માટે ડાબા હાથ પર વેક્સિન લેવું હિતાવહ છે. સામાન્ય રીતે જે હાથથી આપણે વધુ કામ કરતા હોઈએ છીએ તેમાં બ્લડનો ફ્લો પણ વધારે રહેતો હોય છે. જેથી રસી લીધી હોય તે જગ્યાએ સોજો ચઢવા ઉપરાંત દુ:ખાવો પણ વધુ રહેવાની શક્યતા છે.

જો તમે પહેલો ડોઝ જમણા હાથ પર લીધો હોય, અને મહિના બીજા ડોઝ તમે ડાબા હાથ પર લેવા માગતા હો તો તેમાં પણ કોઈ વાંધો નથી. તેવી જ રીતે એક જ હાથ પર બે વેક્સિન  લેવામાં પણ કોઈ સમસ્યા નથી થતી. ડૉક્ટર્સનું માનીએ તો આપણા દેશમાં કોરોનાની જે રસી ઉપલબ્ધ છે તે તેની સામે સુરક્ષા આપવા માટે સક્ષમ છે, અને જે પણ વ્યક્તિનો વારો આવે તેણે જરાય અચકાયા વિના રસી ચોક્કસ લેવી જોઈએ.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.