વાપીમાં યુવકે યુવતીને ફોન પર બિભત્સ વાતો કરી કહ્યું, આજે બહુ ઠંડી છે, ગરમાટો આપે તો 5000 આપીશ’

વાપી, ૧૭મી ડીસેમ્બર. 

આજે બહુ ઠંડી લાગે છે. ઠંડીને દૂર કરવા માટે એક નાઇટ માટે આવી જશે તો તને 5,000 રૂપિયા આપીશ. આ બિભત્સ શબ્દો વાપી મોરાઇ સ્થિત એક કંપનીમાં સાથે કામ કરતા કામદારે મહિલાને ફોન ઉપર  વાતો ફોન ઉપર કરતા ભારે હોબાળો મચી ગયો હતો. આખરે આવી બિભત્સ વાતો કરતા જ મહિલાએ 100 નંબર ઉપર ડાયલ કરી ઇસમ સામે ફરિયાદ કરી હતી.  તો બીજીબાજુ જેની જાણ વલસાડ પોલીસે વાપી ડુંગરા પોલીસને કરતા ચણોદમાં રહેતા આ ઇસમને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

માહિતી અનુસાર, મહિલાએ આ અંગે ડુંગરા પોલીસમાં ફરિયાદ નહિ, પણ  એક સાદી અરજી આપ્યા હોવાની માહિતી મળી છે. અરજીની સાથે સાથે મહિલાએ મોબાઇલમાં રેકોર્ડિંગ કરેલ ઇસમની બિભત્સ વાતો પણ પોલીસને સંભળાવ્યા હોવાની જાણકારી મળી હતી.