વડોદરાના દુષ્કર્મ કેસમાં આરોપીએ વિદ્યાર્થિની સાથે જાહેરમાં આલિંગન કરતો વીડિયો વાયરલ કર્યો…જુઓ..

વડોદરાના દુષ્કર્મ કેસમાં આરોપીએ વિદ્યાર્થિની સાથે જાહેરમાં આલિંગન કરતો વીડિયો વાયરલ કર્યો

યુવાને વાયરલ કરેલા વીડિયો મામલે પોલીસે તપાસ હાથ ધરી :  પોલીસ રિમાન્ડ માટે આજે આરોપીને કોર્ટમાં રજૂ કરશે

વડોદરા- ક્રાઈમ, મી.રીપોર્ટર, ૩જી સપ્ટેમ્બર. 

શહેરના તરસાલી વિસ્તારમાં લવજેહાદની ઘટનામાં સ્કૂલ વાન ચાલક યુવાને લાલબાગ બ્રિજ પાસે વિદ્યાર્થિનીને આલિંગન આપતો સેલ્ફી વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો યુવકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેનીય છે કે, સ્કૂલ વાન ચાલક યુવાને ધોરણ-12ની વિદ્યાર્થિનીને દવા પીને મરી જવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. મકરપુરા પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી હતી. 

વિદ્યાર્થિની ને ધમકી આપી ને  યુવક તેના પર દુષ્કર્મ આચરતો હતો

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતી 17 વર્ષની વિદ્યાર્થિની ધો. 12માં અભ્યાસ કરે છે. વિદ્યાર્થિની જ્યારે ધો. 11માં અભ્યાસ કરતી હતી અને ચાલતી સ્કૂલે જતી હતી ત્યારે તરસાલી ચોરાવાળા ફળિયામાં રહેતો અને ઓએનજીસીમાં સ્કૂલવાન ચાલક મોઇન અજીત ચૌહાણ તેનો પીછો કરતો હતો. કારના હોર્ન મારી હેરાન કરતો હતો. ટ્યુશન ક્લાસમાં જાય તો સામે આવીને ઉભો રહેતો હતો. એક દિવસ તેને તરસાલી તળાવ પાસે ઉભી રાખી પ્રેમ કરતો હોવાનું કહ્યું હતું.

વિદ્યાર્થિની ગુસ્સે ભરાઇ જતી રહી હતી. ત્રણેક દિવસ પછી ફરી વિદ્યાર્થિનીને આંતરી તું મારી સાથે નહીં બોલે તો હું દવા પીને મરી જઇશ અને તારુ નામ લખીશ, તારા માતા-પિતાને પણ વાત કરીશ તેવી ધમકી આપી હતી.ગભરાઇ ગયેલી વિદ્યાર્થિની પાસેથી મોબાઇલ નંબર મેળવી તેને કોલ કરતો હતો. જાન્યુઆરી 2019માં વિદ્યાર્થિનીનો જબરજસ્તીથી હાથ પકડી સ્કૂલવાનમાં બેસાડી કપુરાઇ ચોકડીથી આગળ ખુલ્લા મેદાનમાં લઇ જઇ અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ કર્યું હતું.

2 મહિના પહેલા વિદ્યાર્થિની ક્લાસમાંથી છૂટતા મોઇન તેને સ્કૂલવાનમાં બેસાડી માંજલપુર તુલસીધામ ચાર રસ્તાથી આગળ રોડની સાઇડ પર લઇ જઇ વાન ઉભી કરી દીધી હતી. કાળા કલરના કાચની આડમાં સ્કૂલવાનમાં જ તેની સાથે ફરી દુષ્કર્મ કર્યું હતું. તેને જુદી જુદી જગ્યાએ લઇ જઇ ધમકી આપી દુષ્કર્મ કરતો હતો…..જુઓ…વિડીયો…

કમાટીબાગમાંથી યુવતીના ભાઇને પકડ્યો

સોમવારે વાન ચાલક મોઇન વિદ્યાર્થિનીને બળજબરીથી કમાટીબાગ લઇ ગયો હતો. વિદ્યાર્થિનીના ભાઇને ખબર પડતાં મિત્રો સાથે પહોંચી મોઇનને ઝડપી પાડ્યો હતો. તેને લઇને ઘરે માતા પાસે પહોંચ્યો હતો. માતાએ દિકરીની પૂછપરછ કરતાં તેણે મોઇને ધમકી આપી કરેલા દુષ્કર્મની વિગતો જણાવતાં માતાએ મકરપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી. તેની ધરપકડ કરી તપાસ એસીપી એસસીએસટી સેલ કરી રહ્યા છે. પોલીસ આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે.