વડોદરામાં મુખ્ય સરકારી વકીલ, જાણીતા ક્રિમીનલ વકીલ તેમજ શિક્ષણવિદ સહિત ત્રણ જણાના fb એકાઉન્ટ hack થયા

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ- વડોદરા, મિ.રિપોર્ટર, ૨૩મી જુલાઈ.

રાજ્યમાં સાઈબર ક્રાઈમના ગુનામાં સતત વધારો થઇ રહ્યો છે. એમાય કોરોના કાળમાં તો સોશિયલ મીડિયામાં વિવિધ લોભામણી જાહેરાતની link મોકલીને હેકર્સ યુવાનો થી લઈને વૃદ્ધો ને પણ ફસાવીને તગડી રકમ વસુલ કરી રહ્યા છે. આ કરતૂતો વચ્ચે હવે હેકર્સ જાણીતા લોકોના fb એકાઉન્ટ hack કરીને કે તેમના નામ થી જ ડમી એકાઉન્ટ બનાવીને જાણીતા લોકોના મિત્રો-પરિચિતોને મેસેન્જર પર આર્થિક મદદ માંગતો મેસેજ કરીને રકમ લુંટવાનો ખેલ શરુ કર્યો છે. વડોદરામાં છેલ્લાં પાંચ દિવસમાં મુખ્ય સરકારી વકીલ, જાણીતા ક્રિમીનલ વકીલ તેમજ શિક્ષણવિદ સહિત ત્રણ જણાના fb એકાઉન્ટ hack કરવામાં આવ્યા છે અને તેમના ડમી fb એકાઉન્ટ બનાવીને મેસેન્જર પર મિત્રો-સબંધીઓ પાસે થી હજારો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

ટેકનોલોજી જેટલો સારા કામ માટે ઉપયોગ કરવાને બદલે કેટલાક લેભાગુ તત્વો હવે તેને ગુનાહિત હેતુ માટે વાપરી રહ્યા છે. એથીકલ હેકર્સ કે hacking શીખનારા કેટલાક બદમાશ યુવાનો કે જેઓ શોર્ટ કર્ટ માં રાતો રાત અમીર બની જવા માટે જાણીતા લોકો કે પબ્લિક લાઈફમાં છે, તેવા જાણીતા લોકોના fb એકાઉન્ટ hack  કરીને કે તેમના નામ ના ડમી fb એકાઉન્ટ બનાવીને મેસેન્જર પર મિત્રો-સબંધીઓ પાસે થી હજારો રૂપિયા ખંખેરી રહ્યા છે.

www.mrreporter.in

 

વડોદરામાં છેલ્લા પાંચ દિવસમાં આવી ત્રણ ઘટના આવી છે. જેમાં વડોદરાના જાણીતા ક્રિમીનલ વકીલ  હિતેશ ગુપ્તા કે જેઓ પોતાના અસીલને ન્યાય અપાવા માટે જાણીતા છે. તેઓ રોચક કેસો લડતા આવ્યા છે. આવા વકીલ હિતેશ ગુપ્તા નુ પણ બે દિવસ પહેલા fb એકાઉન્ટ hack કરવામાં આવ્યું હતું. તેમના હેક કરાયેલા  fb એકાઉન્ટના મેસેન્જર દ્વારા મિત્રો ને સબંધીઓ પાસે થી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ ઘટના મિત્રો અને સબંધીઓ દ્વારા બહાર આવ્યા બાદ હિતેશ ગુપ્તા એ તરત જ સોશિયલ મીડિયાના પોતાના પ્લેટફોર્મ દ્વારા મિત્રો ને પોતાનું fb એકાઉન્ટ hack  થયું હોવાની જાણ કરીને કોઈપણ પ્રકાર નો નાણાંકીય વ્યવહાર ન કરવાની અપીલ કરી હતી. તે બાદ બીજા દિવસે વડોદરાના સાયબર સેલમાં લેખિત ફરિયાદ આપી હતી.

www.mrreporter.in

આ ઘટના એક દિવસ બાદ જ સાવલી ખાતે આવેલ KJITના સ્થાપક ડાયરેકટર સમીરભાઈ પંડ્યા ના નામે એક ડમી fb એકાઉન્ટ બનાવી ને હેકર્સ દ્વારા તેમના મિત્રો ને ફરી થી નવી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવામાં આવી હતી. જોકે કોઈ આર્થિક વ્યવહાર થાય તે પહેલા જ સમીરભાઈ પંડ્યાએ તરત જ મિત્રો-સંબંધીઓને પોતાનું fb એકાઉન્ટ હેક થયું હોવાની જાણ કરી હતી. 

www.mrreporter.in

આ ઘટના ને માંડ ૨૪ કલાક પણ પસાર નહિ થયા હોય તેમ હેકર્સ વડોદરા પોલીસ અને સાયબર સેલ ને કોઈ ચેલેન્જ ફેકતો હોય તેમ આજે વડોદરાના મુખ્ય સરકારી વકીલ (જિલ્લા) અનીલભાઈ દેસાઈનુ પણ fb એકાઉન્ટ હેક કરીને એક ડમી fb એકાઉન્ટ બનાવીને મિત્રો-સબંધીઓ પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. મુખ્ય સરકારી વકીલ અનીલભાઈ દેસાઈને પણ fb એકાઉન્ટ hack થયું હોવાની જાણ થતા જ તેમણે પણ મિત્રો- સંબંધીઓને ચેતવીને કોઈપણ પ્રકાર નો આર્થિક વ્યવહાર ન કરવાની અપીલ કરી હતી.

છેલ્લા પાંચ દિવસ થી વડોદરાના જાણીતા ચહેરાના fb એકાઉન્ટ hack  થતાં ટોક ઓફ ધી ટાઉન ચર્ચા થઇ રહી છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.