વડોદરામાં બરોડા ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરતા કોંગ્રેસના મહિલા મોરચાએ વિરોધ

www.mrreporter.in

રાજનીતિ- વડોદરા, ૧લી જુલાઈ. 

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના કમરતોડ ભાવ વધારા બાદ આજે આજે રાંધણ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 25નો વધારો થવા સાથે અમુલ દૂધના ભાવમાં વધારો થતાં, સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ થઇ ગયું છે. ત્યારે શહેર કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા દૂધ, ગેસ સિલિન્ડર સહિત તમામ જીવન જરૂરી ચિજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

વડોદરા શહેર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ નિલાબહેન શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર ની સરકાર માત્ર અચ્છે દિનની વાતો કરે છે. પણ વાસ્તવમાં સામાન્ય પ્રજા ને જીવન જીવવામાં કોઈ રાહત મળી નથી. જ્યાર થી કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી  લોકોના હાલ બે હાલ થઇ ગયા છે. પેટ્રોલ અને ડિઝલમાં ક્રમશઃ વધી રહેલા ભાવ વધારાના કારણે લોકોની હાલત કફોડી બની ગઇ છે. લોકોને જીવવું મુશ્કેલ થઇ ગયું છે. પેટ્રોલ અને ડિઝલના ભાવો પ્રતિ લિટર રૂપિયા 100 નજીક પહોંચી જતાં લોકો ની આર્થિક કમરતૂટી ગઈ છે. આમ છતાં, સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ઘટાડો કરવામાં આવતો નથી. 

તેમણે વધુમાં જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે જીવન જરૂરી ચિજવસ્તુઓ ઉપરાંત દૂધ અને ગેસ સિલિન્ડીરના ભાવમાં વધારો થતાં શહેર મહિલા કોંગ્રેસે સરકાર સામે બાયો ચઢાવી છે. આજે શહેર કોંગ્રેસ મહિલા મોરચાએ કલેક્ટર કચેરી ખાતે દેખાવો-સૂત્રોચ્ચારો કરી સરકાર સમક્ષ દૂધનો ભાવ વધારો સહિત તમામ ચિજવસ્તુઓમાં થઇ રહેલા ભાવ વધારામાં ઘટાડો કરવાની માંગણી કરી હતી. તે સાથે શહેર કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

Leave a Reply