એજ્યુકેશન- વડોદરા, મી.રિપોર્ટર.
વડોદરા સહીત રાજ્યમાં આજ થી ધો. 6 થી 8 માં શાળાઓમાં ઓફ લાઈન શૈક્ષણિક કાર્ય શરુ થયું છે. જોકે આજ ના પ્રથમ દિવસે જ કોરોના ના ભય વચ્ચે શાળાઓમાં ખુબ જ પાંખી હાજરી નોધાઇ છે. તો બીજીબાજુ શાળાઓ ઓફ લાઈન શરુ થઇ હોવા છતાં વાલીઓ બાળકોના જીવ પડીકે ના બંધાય તે માટે ઓફ લાઈનના બદલે ઓન લાઈન નો વિકલ્પ પસંદ કરી રહ્યા હોવાની વિગતો શાળાના આચાર્ય પાસે થી જણાવવા મળી છે.
મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8
રાજ્યમાં ધો. 6 થી 8 માં 32 લાખથી વધુ વિદ્યાર્થીઓને આવરી લેતી રાજ્યભરની 30,000 થી વધારે સરકારી અને ખાનગી સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત આજ થી થઇ છે. જોકે પ્રથમ દિવસે જ રાજ્યભર ની શાળાઓમાં નહીવત પ્રમાણમાં હાજરી જોવા મળી છે. વડોદરા ની વાત કરીએ તો શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણના પ્રથમ દિવસે માત્ર નોધ લેવા પુરતી જ હાજરી નોધાઇ છે.
રાજ્ય સરકાના શિક્ષણ વિભાગે ધોરણ 6થી8ના વર્ગો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરાશે. વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય પાલન થાય તેમજ શિક્ષકો, સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી રાખવાનો આદેશ કર્યો છે. એમાય સરકારની ગાઈડલાઈન મુજબ, સ્કૂલ પરિસરમાં હાથ ધોવાની સુવિધા અને સેનિટાઈઝ કરવા માટેના પોઈન્ટ ઊભા કરવાની પણ શાળાઓને સુચના આપવામાં આવી છે. મોટા ભાગની શાળાઓએ આ વ્યવસ્થા bhi કરી છે, આમ છતાય આજ થી શરુ થયેલા ઓફ લાઈન શૈક્ષણિક માં વિદ્યાર્થીઓ સ્કુલમાં આવવા ને બદલે ઓન લાઈન શિક્ષણ મેળવવાનો જ વિકલ્પ પસંદ કરી રહ્યા છે.
આ અંગે વડોદરાની હરણી ખાતે આવેલી જય અંબે સ્કુલના પ્રિન્સીપાલ શ્રી પરેશભાઈ શાહે ‘ મી.રિપોર્ટર ન્યુઝ’ સાથેની ખાસ વાતચિતમાં જણાવ્યું હતું કે, ધો. 6 થી 8 માં આજથી શરુ થયેલા ઓફ લાઈન શૈક્ષણિક કાર્યમાં 500 વિદ્યાર્થીઓ માંથી માત્ર 74 જ વિદ્યાર્થીઓ આવ્યા છે. આમાં ના મોટાભાગના એવા છે કે, જે સ્કુલ ની નજીક રહે છે. જયારે ઘણા વાલીઓ આજે સ્કુલની બહાર ઉભા રહી ને જોઈ ગયા છે કે કેટલા બાળકો આવે છે અને શાળામાં કોવિડ ને લગતી કેટલી સલામતી બાળકો માટે ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા એકદમ ઓછી રહેવા માટે કોરોના ની ત્રીજી લહેરના ખતરાની સાથે વાલીઓમાં પેટ્રોલ- ડીઝલના વધેલા ભાવો, સ્કુલના ડ્રેસ નો ખર્ચ પણ કારણભૂત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વાલીઓ અને વિદ્યાર્થીમાં કોરોના ને લઈને ભય ઓછો થયો નથી. વળી ઓન લાઈન શિક્ષણ તેમની નજર સામે થતું હોઈ તેઓ શાળામાં બાળકોને મોકલવાના પક્ષમાં નથી. આગામી દિવસોમાં થોડી સંખ્યા વધશે પણ 20 થી 25 ટકા ની આસપાસ જ દેખાય છે. વડોદરાની મોટાભાગની સ્કુલોમાં આવી જ હાલત છે.
ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.