વડોદરાના ડીમાર્ટમાં વજનના નામે થાય છે ઉઘાડી લૂંટ…જુઓ..કેવી રીતે ?

મિ.રિપોર્ટર, ૧૯મી ફેબ્રુઆરી

ફેસ્ટીવલ દરમિયાન વિવિધ  મોલમાં ૫૦ ટકા અને તેથી વધુના ડિસ્કાઉન્ટની ઓફરો મુકીને ગ્રાહકોને આકર્ષક સ્કીમો આપે છે. આ સ્કીમોમાં જયારે ગ્રાહકો વસ્તુ ખરીદવા જાય છે, ત્યારે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. આવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર  વાઈરલ થયો છે. આ વીડિયો વડોદરાના ફતેગંજ વિસ્તારના ડીમાર્ટ સ્ટોરનો છે, જ્યાં વજન કાંટામાં અલગ અલગ વજન થતું હોવાની  ગ્રાહકોને ખબર પડતા ગ્રાહકો વીફર્યા હતા. ગ્રાહકોએ છેતરપિંડીની આખી ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો. સ્કીમો અને સસ્તાની લાલચ બાદ ગ્રાહકો સાથે વજનકાંટાના માપમાં છેતરપિંડી કરવાના મુદ્દે ધાંધલધમાલ મચતા પોલીસ પણ દોડી આવી હતી ને મામલો થાળે પડ્યો હતો. …જુઓ…વિડીયો…