વડોદરામાં વધુ એક કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો, રાજ્યમાં કુલ આંકડો 13 પર પહોંચ્યો..

Spread the love

હેલ્થ- વડોદરા, ૨૧મી માર્ચ.

 વિશ્વના 160થી વધુ દેશોમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસનો વડોદરામાં ત્રીજો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ સાથે હવે ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 5, વડોદરામાં 3, સુરતમાં ૩, રાજકોટ અને ગાંધીનગરમાં એક-એક કેસ સામે આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના 8 કેસ

વડોદરા- 3
અમદાવાદ-5
સુરત- 3
રાજકોટ- 1

ગાંધીનગર- 1

મળતી માહિતી મુજબ, શહેરના નિઝામપુરામાં રહેતા 52 વર્ષીય વ્યક્તિ ૧૪મી માર્ચના રોજ શ્રીલંકાથી વડોદરા આવ્યા હતા. ત્યારબાદ ૧૯મી માર્ચે તેઓ પોતાના આરોગ્યની તપાસ માટે સયાજી હોસ્પિટલ આવ્યા હતા. તપાસમાં તેમનામાં કોરોના વાયરસના લક્ષણો જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ માટે સેમ્પલ લેબમાં મોકલાયો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હવે આ વ્યક્તિ જે લોકોના સંપર્કમાં આવ્યો છે તેવા તમામ લોકોને શોધીને તેમનું સ્ક્રીનિંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સાથેજ તેમને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

વડોદરામાં 24 કલાકમાં 3 કેસ નોંધાતા ગુજરાતમાં કોરોનાના દર્દી વધીને 13 થઈ ગયા છે. અમદાવાદમાં એક જ દિવસમાં 4 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં 2 મહિલા અને 2 યુવકનો સમાવેશ થાય છે. અમદાવાદમાં જે ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા તે દર્દીઓ હોમ આઇસોલેશનમાં હતા એટલે અન્ય લોકોને ચેપ લાગવાની શકયતા ઓછી જણાઈ રહી છે. 

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)