લો..બોલો..નવા વર્ષે શેરબજારમાં ધમાકો થશે : સંવત 2075માં સેન્સેક્સ 45,000 થશે : સર્વે

Spread the love

દિલ્હી, ૭મી નવેમ્બર. 

દેશમાં હિંદુઓનું નવું હિસાબી વર્ષ  નવા વર્ષ થી એટલેકે  ગુરુવારથી સંવત 2075 શરુ થશે.  આ સંવત 2075માં ઘણી સ્થાનિક અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં નિષ્ણાતો બજાર પર બુલિશ છે. અગ્રણી મની મેનેજર્સને આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ 40,000ની સપાટીએ પહોંચવાનો અંદાજ છે. કેટલાક નિષ્ણાતોએ તો નવા વર્ષમાં બજાર 45,000 થવાની આગાહી કરી છે.

સંવત 2075માં  સૌથી પહેલાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવાં મોટાં રાજ્યોમાં ચૂંટણી છે. ત્યાર પછી 2019ની લોકસભા ચૂંટણી બજાર માટે ‘ગેમચેન્જર’ પુરવાર થવાની સંભાવના ધરાવે છે. વૈશ્વિક બજારમાં પણ ઘણાં પરિબળો ભારતીય બજારની ચાલને અસર કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાં બ્રેક્ઝિટ, વૈશ્વિક મધ્યસ્થ બેન્કો દ્વારા તરલતામાં ઘટાડો તેમજ ક્રૂડ-કરન્સીની અનિશ્ચિતતા સામેલ છે. ઘરઆંગણે તરલતાની સમસ્યા અને સરકારની રાજકોષીય ખાધ પણ દબાણ ઊભું કરી શકે. જોકે, તમામ અનિશ્ચિતતા છતાં ટોચના મની મેનેજર્સે બજારમાં તેજીની આગાહી કરી છે.

મોટા ભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બજાર આગામી 12 મહિનામાં નવી ટોચ બનાવશે. જ્યારે ચાર મની મેનેજર્સના જણાવ્યા અનુસાર આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ હાલના સ્તરે અથવા તેનાથી નીચો રહેશે. સરવેમાં નિફ્ટી માટે આગામી દિવાળી સુધીમાં સરેરાશ 11,755ની સપાટીની આગાહી કરવામાં આવી છે. નિષ્ણાતોએ તેજી માટે આગામી લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે મોદી સરકારના પુનરાગમનની શક્યતાને મુખ્ય કારણ ગણાવ્યું છે.