વડોદરા મેરેથોનમાં રોનિતએ આંખે પાટા બાંધી 5 કિ.મી.ની સ્કેટીંગ દોડ સાથે 6 વખત ક્યુબ સોલ્વ કરીને રેકોર્ડ બનાવ્યો

Spread the love

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ૧૫ વર્ષના રોનિતએ આંખે પાટા બાંધીને 5 કિ.મી.ની સ્કેટીંગ દોડ લગાવીને 6 વખત ક્યુબ સોલ્વ કરીને  ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ્સમાં  નામ નોંધાવ્યું 

વડોદરા, મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી જાન્યુઆરી. 

વડોદરા શહેરમાં આજરોજ  યોજાયેલી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ધોરણ-10માં  અભ્યાસ  કરતા  ૧૫  વર્ષીય રોનિત જોષીએ આંખે પાટા બાંધીને 5 કિ.મી.ની સ્કેટીંગ દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની સાથે 6 વખત ક્યુબ પણ સોલ્વ  કરીને  પોતાનું નામ ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ્સમાં નોંધાવીને વડોદરાને ગૌરવ અપાવ્યું છે. 

શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલી સર્વમંગલ હાઇસ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરનાર રોનિત છેલ્લા એક વર્ષથી આંખે પાટા બાંધીને આજ્ઞાચક્ર શક્તિ તાલિમ લઇ રહ્યો છે. તે  આંખે પાટા બાંધેલી હાલતમાં કોઇ પણ કાર્ડ આંગળીના ટેરવાનો ઉપયોગ કરીને વાંચે છે. તે સામેની કોઇ પણ વ્યક્તિના વિચારોને જાણવાની અદભૂત શક્તિ ધરાવે છે.  ૧૫  વર્ષીય રોનિત જોષીએ પ્રથમ વખત જ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લીધો હતો. એટલુજ નહિ પણ રોનિત જોષીએ દોડતી વખતે ક્યુબ સોલ્વ કરવા પર હાથ અજમાવ્યો હતો. જેમાં નિત જોષીએ આંખે પાટા બાંધીને 5 કિ.મી.ની સ્કેટીંગ દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની સાથે 6 વખત ક્યુબ પણ સોલ્વ  કરીને  પોતાનું નામ ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ્સમાં નોંધાવીને વડોદરાને ગૌરવ અપાવ્યું છે. આમ કરીને રોનીતે એક વિશ્વ રેકોર્ડ બનાવી ભારત નું નામ વિશ્વમાં અંકિત કરી દીધું છે.