વડોદરા, એજ્યુકેશન-મિ.રિપોર્ટર, ૮મી મે

દેશની શાળાઓમાં બાળકોને ૯૫ ટકા પુસ્તકિયું જ્ઞાન આપવામાં આવે છે. જયારે પ્રેક્ટિકલ માટે લેબની વ્યવસ્થા જ હોતી નથી. લેબ ન હોવાને કારણે બાળકોને અભ્યાસનું પ્રેક્ટિકલ જ્ઞાન મળતું નથી. તો બીજીબાજુ  વિદેશમાં પ્રેક્ટિકલ પર વિશેષ ધ્યાન આપવામાં અને તેના પર જ આધારિત તેમની એજ્યુકેશન સિસ્ટમ હોય છે. જેના લીધે જ ધોરણ-12 પાસ પછી યુવાનો અને યુવતીઓનો વિદેશમાં અભ્યાસ કરવાનો ક્રેઝ વધી ગયો છે. ગત વર્ષે વડોદરામાંથી 2000 જેટલા યુવાનો અને યુવતીઓ કેનેડા, ઓસ્ટ્રેલીયા વિગેરે દેશોમાં અભ્યાસ કરવા માટે ગયા છે એમ વડોદરામાં છેલ્લા 23 વર્ષથી કાર્યરત કાનન ઇન્ટરનેશનલ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર મનિષ શાહે અત્રે જણાવ્યું હતું. 

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ભણવા જવા માટે છેલ્લા ૧૫ વર્ષથી કેનેડા હોટ ડેસ્ટીનેશન બની ગયું છે તેમ જણાવતાં કાનન ઇન્ટરનેશનલ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર મનિષ શાહે જણાવ્યું હતું કે, અમારી સંસ્થાથી સૌથી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ કેનેડા જાય છે.  હવે છોકરાઓ ની સાથે છોકરીઓનો પણ ક્રેઝ વધી રહ્યો છે. ગત વર્ષે અમારી સંસ્થાના 250 જેટલા સ્ટુડન્ટો સહિત શહેરમાંથી 2000 જેટલા સ્ટુડન્ટો કેનેડા, ઓસ્ટ્રલિયા જેવા દેશોમાં અભ્યાસ કરવા માટે ગયા હતા. સી.બી.એસ.સી.નું પરિણામ આવતાજ સ્ટુડન્ટો દ્વારા IELTS, સ્પોકન ઇંગ્લીશના ક્લાસો માટે આવી રહ્યા છે. આગામી દિવસોમાં કોમર્સ અને સાયન્સના પરિણામ બાદ ધસારો વધશે. રેસકોર્ષ અને ન્યુ વીઆઇપી રોડ ઉપર શાખા શરૂ થયા બાદ આજથી માંજલપુરમાં શરૂ કરવામાં આવી છે. માંજલપુરની શાખાથી વિસ્તારના યુવાનોને ફાયદો થશે. આગામી સમયમાં અમે સુરત સહીત ના શહેરોમાં નવી બ્રાંચ ખોલીશું. 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: