“જજમેન્ટલ હૈ ક્યા” ફિલ્મની પ્રેસ કોન્ફરન્સમાં બોલિવુડ ક્વીન કંગના રનોટ રિપોર્ટર સાથે બાખડી પડી…પછી શું થયું ?

Spread the love

બોલીવુડ-મિ.રિપોર્ટર, ૮મી જુલાઈ

બોલિવુડ ક્વીન કંગના રનોટ અને વિવાદ વચ્ચે ગાઢ સંબંધ હોય તેમ લાગી રહ્યું છે. ઘણા સમયથી કોઈને કોઈ કારણીથી તે સતત વિવાદમાં રહે છે. કંગના અને તેની બહેન રંગોલી રોજ બોલિવુડના એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યૂર્સને આડે હાથે લઈને તેમના પર પોતાની ભડાસ કાઢતી રહે છે. ઋતિક રોશનની બહેનના બહાને રોશન પરિવારને ગાળો ભાંડનારી કંગનાએ રિપોર્ટરને પોતાના નિશાન બનાવવાનું શરુ કર્યું છે.

આગામી ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ને લઈને કંગના રનોટ ચર્ચામાં છે. આ ફિલ્મના એક સોન્ગના લોન્ચ માટે કંગના કો-એક્ટર રાજકુમાર રાવ અને એક્તા કપૂર સાથે પહોંચી હતી. આ દરમિયાન એક રિપોર્ટરે કંગનાને સવાલ પૂછવા માટે પોતાનું નામ જણાવ્યું તો કંગનાને મણિકર્ણિકા વિશે લખેલો આર્ટિકલ યાદ આવી ગયો અને તેણે બધાની સામે જ તેની ઈન્સલ્ટ કરવાનું શરુ કરી દીધું.

કંગના અને પત્રકાર વચ્ચે જબરદસ્ત બોલાચાલી થઈ. સવાલ-જવાબના સેશન દરમિયાન જ્યારે રિપોર્ટરે સવાલ કર્યો તો કંગના તેને સાંભળવાના બદલે તેના પર આરોપો લગાવવાના શરૂ કરી દીધા. કંગનાએ આરોપ લગાવ્યો કે, તેણે તેની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ જાસી’ વિરુદ્ધ ખોટી ધારણા બાંધીને બદઈરાદાથી પીડાઈને ઘણુ બધું લખ્યું છે. વિવાદને વધતો જોઈને એક્તા કપૂરે વચ્ચે પડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.